મેટ ગાલા 2022: કિમ કાર્દશિયને પહેર્યો 38 કરોડ રૂપિયાનો દુનિયાનો સૌથી મોંઘો ડ્રેસ

| Updated: May 4, 2022 3:27 pm

મેટ ગાલા ફરી ચર્ચામાં છે કારણ કે મેટ ગાલા-2022માં કિમ કાર્દશિયનના સૌથી મોંઘા ડ્રેસની ચમકે સૌને ચકાચોંધ કરી દીધા હતા. તેણે દુનિયાનો સૌથી મોંઘો ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત 38 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કિમ, મેરિલીન મનરોના પ્રખ્યાત “હેપ્પી બર્થ ડે મિસ્ટર પ્રેસિડેન્ટ” ડ્રેસ પહેરીને પહોંચી હતી. જો કે, તે પહોંચે તે પહેલા જ મેટ ગાલા-2022માં તેના ડ્રેસ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

‘વોગ’ લાઇવ સ્ટ્રીમ પર આ રિયાલિટી ટીવી સ્ટારે આ ડ્રેસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ વિચાર ખરેખર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગાલા પુરુ થવાની સાથે આવ્યો હતો. મેં વિચાર્યું, જો બાલેન્સિયાગા લુક ન હોય તો હું અમેરિકન થીમ માટે શું કરી શકું? તમે કઈ અમેરિકન વસ્તુ વિશે સૌથી વધુ વિચારી શકો? અલબત્ત, તે મેરિલીન મનરો છે. કિમે એમ પણ કહ્યું હતું કે, આ ડ્રેસમાં ફિટ થવા માટે તેણે લગભગ સાડા સાત કિલો વજન ઘટાડ્યું હતું. કિમે જણાવ્યું હતું કે લોકોનું ધ્યાન ડ્રેસ પર ખેંચાય તે માટે તેણે તેના વાળ સ્લિક બન્ડ કરાવ્યા હતા.અને આખો દિવસ વાળ ડાય કરવામાં વિતાવ્યો હતો.

1962માં મેરિલીન મનરોએ આ ડ્રેસ પ્રથમ વખત પહેર્યો હતો, મનરોએ તેને 1400 ડોલરમાં ખરીદ્યો હતો (હાલની કિંમત મુજબ 13,000 ડોલર), આ ડ્રેસમાં ન્યૂડ મેશ ફેબ્રિક પર 2500 ક્રિસ્ટલ્સ લગાવવામાં આવ્યા છે.

મેરિલીન મનરો અને તે સમયના રાષ્ટ્રપતિના સંબંધોની અફવાએ ખળભળાટ મચાવ્યો હતો, તેને જીન લૂઇસ દ્વારા બોબ મેકીના સ્કેચ પરથી ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 1999માં આ ડ્રેસની પ્રથમ હરાજી 1.26 મિલિયન ડોલરમાં કરવામાં આવી હતી.

આ ડ્રેસની ફરી હરાજી 4.6 મિલિયન ડોલર(અંદાજે 35 કરોડ રૂપિયાથી વધુ)માં કરવામાં આવી હતી.  ગિલ્ડેડ ગ્લેમરના આઇકોનિક ડ્રેસની હરાજી રિપ્લેના બિલીવ ઇટ ઓર નોટ પર કરવામાં આવી હતી અને તે ઓર્લાન્ડો, ફ્લોરિડા સ્થિત રિપ્લેના મ્યુઝિયમમાં રખાયો હતો. 

Your email address will not be published.