લઠ્ઠાકાંડ મુદ્દે 10 દિવસમાં ચાર્જશીટ થશે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

| Updated: July 27, 2022 8:47 pm

ગૃહ રાજય મંત્રી અને રાજ્યના પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. બરવાળા ઘટના મુદ્દે કરવામા આવેલી કાર્યવાહી મુદ્દે અને સરકાર દ્વારા આગળ કરવામાં આવનાર કાર્યવાહી મુદ્દે જાણકારી આપી હતી.

ADG લો એન્ડ ઓર્ડર નરસિંહા કોમરે જણાવ્યું કે પોલીસે આ મુદ્દેનું નેટવર્ક એક્સપોસ કર્યું છે અને ત્રણ કેસ ગુજરાત પોલીસે દાખલ કરેલ છે. ભાવનગર, અમદાવાદ મળીને કુલ મળીને 97 જેટલાં દર્દીઓ સારવાર હેઠળ છે અને બધાને સારી વ્યવસ્થા મળવાને કારણે સ્ટેબ્લ છે અને બે દર્દીઓ ગંભીર છે. કુલ મળીને 42 મૃત્યુ આંક જાહેર કરેલ છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, ATS અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહિના ભાગરૂપે 15 આરોપીઓની અટક કરવામાં આવી છે. પોલીસ દ્વારા રેડ કરીને 50 લીટર રિટેલ નેટવર્ક માંથી મેળવેલ છે. ગઈકાલે આ ઘટના બાદ સ્પેશ્યલ ડ્રાઇવ કરવામાં આવી હતી દરેક શહેર જિલ્લામાં કર્યું હતું જેમાં પ્રોહિબિશન ના IMLF ના 101 કેસ દાખલ કરી આરોપીઓની અટક કરી છે. દેશી દારૂના 2203 જેટલાં કેસ કરી 1043 આરોપીઓની અટક કરી છે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે જે 600 લીટર મિથાઇલ આલ્કોહોલ ગયું હતું ફેક્ટરીમાંથી તેમાંથી 475 લીટર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે દેશી વિદેશી દારૂ મુદ્દે SMC પણ કાર્યવાહી કરી રહી છે.

70,000 જેટલાં દેશી દારૂના ગુનામાં 66,000 જેટલાં આરોપીઓની અટક કરવામાં આવી હતી. જેમાં 693 જેટલાં વાહનોની અટક કરવામાં આવી છે. 2022 માં 3 કરોડ રૂપિયાનો દેશી દારૂ તથા IMLF ના 15312 ગુનાઓ જેમાં 4338 વાહનો અને 18382 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 314 હેઠળ પાસા અને 372 જેટલાં બૂટલેગરોને તડીપાર કરવામાં આવેલ છે.

આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બોટાદ જિલ્લામાં ઝેરી કેમિકલથી જે મોત થયા છે એનું મને નાગરિક તરીકે બહુ દુઃખ લાગ્યું છે. હું ગહન સંવેદના વ્યક્ત કરું છું. અમદાવાદની એક કંપનીમાંથી 600 લીટર કેમિકલ ચોરીને બોટાદ જિલ્લાના ગામોમાં વેચવામાં આવ્યું અને એ કાંડને લીધે 42 નાગરીકોના મોત થયા અને 97 જેટલાં નાગરીકો સારવાર હેઠળ છે. આ મુદ્દે રાજ્યના મુખ્ય મંત્રીએ એમને સૂચના આપી હતી અને આ ઘટના સંદર્ભે ગામે ગામ ચેકીંગ થાય અને શંકાસ્પદ વ્યક્તિને સારવાર માટે લઇ જવામાં આવે. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં 30 ટીમોમાં 2500 જેટલાં જવાનો ગામડે ગામડે ખેતરે ખેતરે ટોર્ચ લઈને ચેક કર્યા અને ઝડપથી શોધ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. રાજ્ય સરકારે ગંભીરતા રાખી ડાયાલિસિસની વ્યવસ્થા કરી અને એન્ટી ડોટ ટ્રીટમેન્ટ પણ કરી અને તેમને બચાવી લેવામાં આવ્યા.

આ દુષણને કારણે 42 લોકોએ પોતાની જાન ગુમાવી અને આ બાદ પોલીસ ટીમ માટે મોટી ચેલેન્જ હતી અને જે મળે એમને સમયસર હોસ્પિટલમાં પહોંચાડવા. આ ઉપરાંત આ કેમિકલની શોધ કરી અલગ અલગ ગામમાં કોંબિંગ કરી 550 લીટર કેમિકલ પકડી લીધું જેથી એનો ફેલાવો ન થાય.

આ ઘટનાની તપાસમાં આ કેમિકલ કેવી રીતે પહોંચ્યું, આમાં કોણ કોણ સંડવાયેલું છે એની તપાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ અનુભવી અધિકારી શુભાશ ત્રિવેદીના નેજા હેઠળ કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી શુક્રવારે રિપોર્ટ આપશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં ગુજરાત પોલીસ દ્વારા મક્કમતાથી નિર્ણય લઈને આ કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ થશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. આ કેસમાં સ્પેશ્યલ PP ની નિમણુક કરવામાં આવશે.

આ કેસ સાથે જોડાયેલાં તમામને પકડી લેવામાં આવેલ છે અને પોલીસે બે દિવસમાં તમામ દિવસમાં કામગીરી કરી છે જેથી તમામ ગુનેગારો અને કેસના ઊંડાણ સુધી પહોંચી શક્યા છે. આ ગામોમાં કોઈપણ મૃત્યુ થાય અને જો એ દારૂનું સેવન કરતો હોય તો નજીકના પોલીસે લોકો જાણ કરે. ગુજરાત પોલીસ દ્વારા એક મહિનામાં ગુજરાતના ટોપ ટેન બુટલેગરો જેમ કે નામદાન ગઢવી, અલ્કેશ બકલોરિયા, પીન્ટુ ઉર્ફે ગોરખ ગડરી જેવા સામે કાયૅવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સરપંચના પત્ર બાદ આજુબાજુના 6 ગામમાં રેડ કરવામાં આવી હતી. આ લઠ્ઠો છે કે કેમિકલ છે એમાં અમે નથી પાડવા માંગતા, એમને માહિતી આપો અમે પગલાં ભરીશું. પોલીસની જવાબદારી છે દારૂ બંધી માટે પોલીસ વિભાગને આ મુદ્દે સૂચનાઓ આપવામાં આવેલી છે.

બોટાદ જિલ્લા SP એ આ ઘટનાના પીડિત ચાર બાળકોને દતક લીધા છે જે સરાહનીય કામગીરી છે. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી તરીકે કોઈના મંતવ્ય ઉપર જવાબ આપવો એ જવાબદારી નથી, રાજ્યમાં દારૂબંધીનું કડકપણે પાલન કરવું એ અમારી જવાબદારી છે. કમિટીનો રિપોર્ટ આવ્યા પછી હું કહીશ અને ત્યારબાદ કોની સામે પગલાં લેવા એ નક્કી કરવામાં આવશે.

Your email address will not be published.