17 મેના રોજ મનાવાતા ‘વિશ્વ હાયપરટેન્શન દિવસ’ વિશે જાણો

| Updated: May 17, 2022 5:08 pm

વિશ્વ હાયપરટેન્શન દિવસ (World Hypertension Day) 17 મેના રોજ મનાવવામાં આવે છે, વિશ્વ હાયપરટેન્શન દિવસને હાયપરટેન્શન અને તેના લક્ષણો વિશે જાગૃતિ લાવવા માટે મનાવાય છે. જ્યારે બ્લડ પ્રેશર 140/90 ના સ્તરે વધે છે, અને 180/120 ઉપર જાય છે ત્યારે તે હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે, જે લોકો માટે જોખમી હોય છે.

પ્રથમ વિશ્વ હાયપરટેન્શન દિવસ (World Hypertension Day) 14 મે, 2005 ના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન લીગ દ્વારા મનાવવામાં આવ્યો હતો, જે 85 રાષ્ટ્રીય હાયપરટેન્શન સોસાયટીઓની એક છત્ર સંસ્થા છે, જેનો ઉદ્દેશ્ય આ સ્થિતિ વિશે જાગૃતિ વધારવાનો છે. પછીના વર્ષે આ દિવસ 17 મેના રોજ મનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે વાર્ષિક પ્રથા છે. વર્લ્ડ હાઇપરટેન્શન લીગનો ઉદ્દેશ માત્ર હાયપરટેન્શન વિશે જ નહીં પરંતુ તેના પરિબળો અને નિવારણ પદ્ધતિઓ વિશે પણ જાગૃતિ લાવવાનો છે કારણ કે તે એક અબજથી વધુ લોકોને અસર કરે છે.

વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો હાયપરટેન્શન સાથે જીવે છે, જે વિશ્વભરમાં રક્તવાહિની રોગ અને અકાળ મૃત્યુનું મુખ્ય કારણ છે. હાઈપરટેન્શન સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં જોવા મળતી આરોગ્ય સ્થિતિ તરીકે જોવામાં આવતું હતું, તે હવે યુવા વસ્તીમાં એકદમ સામાન્ય બની ગયું છે.

ઉચ્ચ તણાવ સ્તર, સ્થૂળતા, અને બેઠાડુ જીવનશૈલી યુવાનોમાં હાયપરટેન્શનના કેટલાક મુખ્ય કારણો છે. લાંબા સમય સુધી હાયપરટેન્શન વ્યક્તિને ક્રોનિક કિડની ડિસીઝ, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અને અન્ય જેવી અનેક તબીબી પરિસ્થિતિઓનું જોખમ વધારે છે.

આ વર્ષે વિશ્વ હાયપરટેન્શન દિવસ ની થીમ છે -‘તમારા બ્લડ પ્રેશરને ચોક્કસ રીતે માપો, તેને નિયંત્રિત કરો, લાંબા સમય સુધી જીવો.’ આ દિવસ હાઈ બ્લડ પ્રેશરના પ્રારંભિક નિદાન અંગે જાગરૂકતા વધારવા અને અદ્યતન તબક્કાની ગૂંચવણોની જટિલતાઓને ટાળવાના મહત્વ વિશે અસરકારક સંદેશાવ્યવહાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો: PM Modi Nepal: PM Modi પહોંચ્યા લુમ્બિની, નેપાળમાં PM દેઉબાને મળશે

Your email address will not be published.