પીએમની સુરક્ષા થયેલ ચૂક મામલે સુપ્રીમમાં સુનાવણી : કેન્દ્રએ કહ્યું પ્રદર્શનકારીઓ સાથે પોલીસ ચા પીતી હતી

| Updated: January 7, 2022 3:20 pm

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલ ચૂક મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જેમા સરકારે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ સાથે પોલીસ ચા પી રહી હતી.

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલ ખામીનો મામલો હજુ પણ ગરમાયેલો છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેન્દ્ર સરકારે પંજાબ સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. હાલ આ મામલે સુનાવણી ચાલી રહી છે. અને કેન્દ્ર સરકારે આક્ષેપ લગાવ્યો કે પ્રદશનકારીઓ સાથે પોલીસ ચા પી રહી હતી.

જ્યાં બીજી તરફ પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ તેમણે તરત જ ફરિયાદ દાખલ કરી હતી. તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીની સુરક્ષામાં થયેલ ચૂકની ઘટના કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. ગૃહમંત્રાલયે આ કેસની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચનાની જાહેરાત કરી છે. ગૃહમંત્રાલયે ત્રણ સભ્યોની કમિટીને વહેલી તકે તપાસ કરીને રીપોર્ટ આપવા માટે જણાવી દીધું છે. કમિટી જરૂર પડે પંજાબની મુલાકાત લઈને માહિતી મેળવશે અને રીપોર્ટ તૈયાર કરશે.

Your email address will not be published.