- પ્રેમ સબંધનો અંત લાવી દેતા સગીરા પર તેના પ્રેમીએ હુમલો કર્યો, પોકસો હેઠળ ગુનો નોધાયો
અમદાવાદ
ગોમતીપુરમાં 17 વર્ષીય સગીરા યુવકના પ્રેમમાં હતી. પ્રેમી માર મારી અને ઝઘડા કરતો હોવાથી સગીરા એક મહિનાથી તેની સાથે વાત કરતી ન હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ ગુરુવારે બપોરે સગીરાના ઘરે ગયો હતો અને છરી વડે હુમલો કર્યો હતો. સગીરા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આસપાસના લોકો આવતા પ્રેમી ભાગી ગયો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષીય યુવતી તેના માતા પિતા સાથે રહે છે અને તાજતેરમાં ધોરણ-12ની પરિક્ષામાં સારા માર્કે પાસ થઇ હતી. સગીરા તેના સબંધીના ભત્રીજા જયજીત રાઠોડ(રહે સિંધુ ભવન, થલતેજ) ના સંપર્કમા આવી હતી. બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.
વાત વાતમાં જયજીત ગુસ્સે થતાં છેલ્લા એક મહિનાથી પ્રેમ સબંધ પર પૂર્ણ વિરામ મુકી દીધું હતું. જેથી જયજીત વારંવાર ફોન કરી મારી નાખવાની ધમકી આપતો હતો.
દરમિયાનમાં ગત ગુરુવારે સગીરા ઘરે એકલી હતી. આ સમયે જયજીત ઘરમાં ઘુસી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તુ મારી સાથે કેમ બોલતી નથી કેમ કહીને તેણે છેડતી કરી હતી.
સગીરાએ બુમો પાડતા જયજીતે તેના પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી હતી અને સગીર પર તુટી પડ્યો હતો. બુમા બુમ થતાં અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ સમય દરમિયાન જયજીતે સગીરાને ત્રણથી વધુ ઘા મારી દીધા હતા.
આસપાસના લોકો આવતા જયજીત ભાગી ગયો હતો. આસપાસના લોકો સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
જોકે સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શૈખ, દલિત આગેવાન જસુભાઇ પરમાર, વિજય ઝાલા સહિનતા લોકો પણ સગીરાને સારવાર મળે તે માટે હોસ્પિટલ પહોચ્યા હતા.
રામોલમાં મકાન માટે પુત્રએ પિતા, બહેન અને ભાણીયા પર છરી વડે હુમલો કર્યો, બહેનનું મોત