ઓઢવમાં પરિણીતા નજીકમાં રહેતા યુવકના પ્રેમમાં પડી હતી. પ્રેમમાં ન મનમેળ આવતા પ્રેમી સાથે સબંધ તોડી નાખ્યો હતો. પ્રેમીએ ઉશ્કેરાઇ જઇને પ્રેમીકા અને તેના પતિના વાહનો સળગાવી દીધા હતા. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં વિસ્તારમાં રમેશ અને તેની પત્ની મીરા પરિવાર સાથે રહે છે. થોડા સમય ઉપરાત મીરાને ઘર નજીક રહેતા મનીષ નામના શખસ સાથે મિત્રતા થઇ હતી. બાદમાં બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને વચ્ચે મનમેળ ન આવતા આખરે પ્રેમ સબંધનો અંત આવ્યો હતો. જેથી મનીષને તે ગમ્યુ ન હતું. તે વારંવાર મીરાના ઘર તરફ ફરતો રહેતો હતો. મીરાને ડરાવવાની કોશીષ કરતો હતો.
દરમિયાનમાં બે દિવસ પહેલા પડોશીઓએ બુમો પાડતા મીરા અને તેનો પતિ સહિત પરિવારના સભ્યો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરની બહાર પડેલું પતિનું બાઇક, એક્ટીવા મનીષ અને તેના મિત્રએ સળગાવી દીધું હતુ. મનીષને આ અંગે પુછતા તેણે જણાવ્યુ હતુ કે, તારી પત્ની મારા સાથે મિત્રતાના સબંધ રાખતી નથી એટલે વાહનો સળગાવી દીધા છે. આ અંગે ઓઢવ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.