દીદીના દેશાટનની દિશા – નાની ચકલીનો મોટો ફૈડકો ?

| Updated: November 25, 2021 4:38 pm

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી મમતા બેનર્જીએ પોતાના રાજકીય પરિઘને આગળ વધારવાના પ્રયત્નોમાં દેશભરમાં પાંખ પસારી છે. બંગાળથી બીજા છેડે પશ્ચિમ ભારતમાં આવેલા ગોવા જેવા દૂરના સ્થળોની તેમની મુલાકાતો એવું માનવા પ્રેરે છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાને પોતાની ત્રેવડથી વધુ તરખડ કર્યું છે.આ અંગે મમતા બેનર્જીની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો થાય છે કારણ કે વિરોધ પક્ષો વેરવિખેર છે અને એક કેન્દ્રવર્તી બળની તલાશમાં છે.

અત્યારની પરિસ્થિતિમાં, 60 અને 70 ના દાયકાથી વિપરીત, જ્યારે કોંગ્રેસનું શાસન હતું, ત્યારે “રાષ્ટ્રીય” પક્ષ અને “પ્રાદેશિક” સંસ્થાઓ વચ્ચેનું અંતર ચોખ્ખું ને ચટ  હતું. ચોક્કસપણૅ ભાજપ હવે પ્રભાવશાળી પરિસ્થિતિમાં છે, પરંતુ સ્વતંત્રતા પછી તરત જ કેન્દ્રમાં સરકાર બનાવનારી કોંગ્રેસથી વિપરીત, ભાજપની સફળતા પોતપોતાના રાજ્યોમાં જીત મેળવીને પક્ષ અને રાષ્ટ્રીય નેતાઓને સત્તા આણી આપનાર તેના પ્રાદેશિક નેતાઓને આભારી છે. નરેન્દ્ર મોદીને કેન્દ્રીય ભાજપે તેના પ્રાદેશિક નેતાઓને આપેલા સર્વાંગી માન-સન્માન નું પરિણામ કહી શકાય. આ વિશેષ સ્નેહને મોદીએ પોતાની સખત મહેનત કરવાની શક્તિ અને મળેલી તકના તાણા પર વણાટ કરી લેવાની આવડત થી ટોચ પર પહોંચી ગયા. નરેન્દ્ર મોદીનું, રાજ્યમાંથી કેન્દ્રમાં જવું પ્રમાણમાં સરળ હતું. એચડી દેવગૌડાનો ઉદય પણ કર્ણાટકના એક પ્રદેશમાંથી થયો હતો અને તે પીએમ બન્યા હતા પરંતુ આજદિન સુધી તેમની ઓળખાણ એક રાજ્ય સાથે ચીપકેલી છે. તેથી, એક રાજ્યકક્ષાના નેતા હોવાના કારણે જ મમતાની રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ ભૂગોળની સીમાઓમાં બંધ રહેવી જોઈએ એ દલીલ ભૂલભરેલી છે. એક મુખ્યમંત્રી સારું કામ કરીને પીએમ બનવાની આશા રાખી શકે છે.

જો કે આ તો શક્યતાની વાત છે. મમતા બેનર્જી જેવા એક રાજ્યના મુખ્યમંત્રીની મહેચ્છા અને સામર્થ્યને ઉત્તેજિત કરતું વાસ્તવિક પરિબળ છે કોંગ્રેસનો હ્રાસ. છેક 2019 સુધી, બિન-ભાજપાઇ મોરચાની રચનાની તમામ અટકળો કોંગ્રેસની આસપાસ કેન્દ્રિત હતી. કોંગ્રેસને આવા પ્રયાસનો “આધાર” માનવામાં આવતું હતું કારણ કે તે એકમાત્ર એવો પક્ષ હતો જે સમગ્ર ભારતમાં ઉપસ્થિત અને પ્રસ્તુત હતો. ભૂતકાળમાં, તે લગભગ અકલ્પ્ય હતું કે મમતા બેનર્જીનું નામ વિપક્ષની લડાઈના સૂત્રધાર તરીકે વિચારવામાં આવે.પરંતુ લોકસભાની ચૂંટણીઓમાં એક પછી એક બે હાર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પીછેહઠ અને કોંગ્રેસની જાગીર જેવા બીજા રાજ્યોમાં મળેલા આંચકાઓના કારણે કોંગ્રેસે વિપક્ષના અગ્રણી તરીકે પોતાનું સ્થાન ગુમાવ્યું છે. કોંગ્રેસના નુકશાનથી પ્રાદેશિક ઉમેદવારો માટે જગ્યા પેદા થઇ છે અને આ માન્યતાના આધારે જ મમતા તેના માર્ગનું આયોજન કરનાર પહેલા નેતા હતા.

મમતાની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ કોંગ્રેસને અંદરથી પાંગળી કરી રહ્યો છે. મમતાએ 24 નવેમ્બરના રોજ મેઘાલયમાં આ વિષય પર તેની પ્રથમ મોટી સફળતા હાંસલ કરી હતી. ભૂતપૂર્વ સીએમ મુકુલ સંગમા સહીત કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાવાના છે. મેઘાલય વિધાનસભામાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રસની જગ્યા ટીએમસીએ લઇ લીધી છે.

જો કે, તેમણે પશ્ચિમ બંગાળ સિવાયના રાજ્યોમાં સ્વતંત્ર રીતે અથવા સાથી પક્ષો સાથે બેઠકો મેળવીને નામ કમાવવું પડશે, જે કરવા કરતાં કહેવું સહેલું છે. કેન્દ્ર પર નજર હતી ત્યારે ગુજરાતના સીએમ તરીકે મોદીની પરિસ્થિતિ મમતા કરતા વધુ સાનુકૂળ હતી કારણ કે ભાજપ પહેલેથી જ એક પ્રસ્થાપિત રાષ્ટ્રીય પક્ષ હતો અને મોટા ગઠબંધન, એનડીએનો ભાગ હતો. મોદીએ માત્ર સાબિત કરવાનું હતું કે તેઓ ભાજપના અગ્રણી રાષ્ટ્રીય નેતા બનવાને લાયક છે. મમતાની ટીએમસીનું સંગઠન માત્ર અન્ય પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં જ છે. એટલે જ બીજા પક્ષની શક્તિ અને સામર્થ્યને મેળવીને સફળ થવાનો અન્ય માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.

મમતાની દિલ્હીની તાજેતરની મુલાકાતનો હેતુ તે ઉદ્દેશ્યને હાંસલ કરવાનો હતો અને જેમ કે કેટલાક માને છે તેમ સંસદના શિયાળુ સત્ર પહેલાં વિપક્ષી મોરચો બનાવવાનો પ્રયાસ કરવાનો નહિ. મમતાએ અગાઉ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સુષ્મિતા દેવને આસામમાં અને ત્યારપછી ગોવામાં લુઇઝિન્હો ફાલેરોને અંકે કરીને પોતાના સંપાદન કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. મમતાના વિસ્તરણ આયોજનના દૃષ્ટિકોણથી સુષ્મિતાને હસ્તગત કરવું અર્થપૂર્ણ હતું. તળ આસામમાં સિલ્ચરના ભૂતપૂર્વ સાંસદ, સુષ્મિતા મુખ્યત્વે બંગાળ-ભાષી બરાક ખીણનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં મમતાએ બાકીના આસામમાં જતા પહેલા ઘુસવું પડશે.

સુષ્મિતા ટીએમસી માટે આસામમાં જવાનો રસ્તો છે. પરંતુ ભૂતપૂર્વ સીએમ એવા ફાલેરોને ગોવાના રાજકારણમાં “પતી ગયેલા” તરીકે ગણવામાં આવે છે. સુષ્મિતાની જેમ, ફાલેરોને રાજ્યસભાની બેઠક ભેટમાં આપવામાં આવી હતી, જેણે TMCની તરફેણમાં વધુ એક પરિબળને મજબૂત બનાવ્યું હતું. જો કોઈ રાજકીય પક્ષના નેતાએ ચૂંટણીના રાજકારણના વ્યવસાયમાં રહેવું હોય અને વિકાસ કરવો હોય તો તે કોઈની ફેવર કરી શકવાની સ્થિતિમાં હોવો જોઈએ. TMC પાસે નવા આવનારાઓને ઇનામ આપવા માટે પૂરતી શક્તિ છે; કોંગ્રેસ પાસે સંખ્યા નથી અને પાછું તેણે નવા આવનારાના બદલે તેના પોતાના સભ્યોને લાભ આપવાની મજબૂરી છે. પરંતુ ગોવામાં જ્યાં ટીએમસી તમામ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની યોજના ધરાવે છે ત્યાં સ્થાજગા બનાવવા માટે ફાલેરો મમતાની પસંદ હોય એવી શક્યતા નથી. TMC ભાજપ અને કોંગ્રેસમાંથી બળવાખોરોને ખેંચવા અને બંને પક્ષોને નુકસાન પહોંચાડવા માટે ચુંબક બની શકે છે. ગોવાના રાજકીય અર્થતંત્રમાં, TMCની હાજરીથી ચાલુ ધારાસભ્યોની સોદાબાજીની શક્તિમાં વધારો થયો છે.

પશ્ચિમ બંગાળની બહાર TMCની પ્રથમ કસોટી ત્રિપુરામાં થશે, જ્યાં 25 નવેમ્બરે સ્થાનિક ચૂંટણી યોજાવાની છે અને 28 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. શાસક ભાજપે 334 બેઠકોમાંથી 112 બેઠકો બિનહરીફ જીતી લીધી છે જ્યારે કોંગ્રેસ, TMC અને ડાબેરી મોરચો બાકીની 222 સીટો માટે બીજેપી સામે લડશે.

ટીએમસીએ 2017 માં ત્રિપુરામાં તેનો સંગઠનાત્મક આધાર ગુમાવ્યો હતો જ્યારે સુદીપ રોય બર્મનની આગેવાનીમાં તેના તમામ છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા . પરંતુ બર્મન, જેમની મુખ્યમંત્રી બિપ્લબ દેબ દ્વારા કેબિનેટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી, તે બાદમાં અન્ય પક્ષપલટુઓ સાથે રહીને બળવાખોર બન્યા છે. TMCએ તેના પશ્ચિમ બંગાળના ટ્રેડમાર્ક સૂત્ર, “ખેલા હોબે” (ખેલ થશે )નો નાદ , એક નેતા સાયોની ઘોષની ધરપકડ કરવા અને સમયાંતરે મુલાકાત લેતા TMC નેતાઓ અભિષેક બેનર્જી, ડોલા સેન અને અપરૂપા પોદ્દારના કાફલા પર હુમલો કરવા માટે ભાજપ સરકાર માટે પૂરતું કારણ હતું.

ભાજપ, એને પૂર્વ ભારતમાં મુખ્ય હરીફ તરીકે ગણતરીમાં લે એટલી ક્ષમતા ટીએમસીમાં છે.

રાષ્ટ્રીય સ્તરે, મમતાએ લાંબી મજલ કાપવાની છે પરંતુ તેમણે વિપક્ષના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવવાની પોતાની યોજનાઓથી છેડો ફાડ્યો નથી.નથી. ડિસેમ્બરની શરૂઆતમાં, તે કોંગ્રેસના નેતા સંજય નિરુપમના પરિવારમાં લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ જવાના છે. ત્યાં તે સીએમ ઉદ્ધવ ઠાકરેને મળશે અને નાગરિકોની સભાને સંબોધશે.એ સાચું જ છે કે, મમતા બેનર્જીની દેશવ્યાપી મુલાકાતો શરૂઆતમાં નાગરિક સંપર્ક થી આગળ વધશે નહીં.

Your email address will not be published. Required fields are marked *