જામનગરના ચાંપાબેરાજા ગામમાં મિત્રના આપઘાત બાદ તેણે પણ જીવનલીલા સંકેલી લેતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. સિક્કામાં રહેતા તેના મિત્રએ 7મી જુલાઇના રોજ આપઘાત કરી લીધો હતો. જેથી યુવાન આ વિયોગ સહન કરી શક્યો ન હતો. જેથી જગદીશભાઇએ પણ પોતાના ઘરે પંખાના હુકમાં ચાદર બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ચાંપાબેરાજા ગામમાં રહેતા 23 વર્ષના યુવાન જગદીશભાઈ ભટ્ટ પોતાના મિત્રએ નોકરી ન મળવાના કારણે આપઘાત કરી લીધો હતો, જેથી તેણે મૃતક યુવાનની અંતિમ વિધિ થાય ત્યા સુધી જીવવા માંગતો હતો. તેના મિત્રની અંતિમ વિધિ થઈ ગયા બાદ તેણે પોતાના ઘરમાં જ પંખા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો.
મૃતકના મોટાભાઇ યજ્ઞેશ ભટ્ટે આ તમામ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તેના ઘરેથી મૃતક યુવાને લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે, સિક્કામાં રહેતા મિત્ર ધવલ જયેશભાઇ રાવલે, રોજગારી ન મળતા ગત 7મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી મૃતક પણ તેના વિયોગમાં કાંઇ બોલતો ન હતો અને ગુમસુમ રહેતો હતો હતો. મિત્રના જવાથી મૃતકને પણ મઝા ન આવવાને કારણે તેણે પણ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.