મણિપુર ભૂસ્ખલનમાં અત્યાર સુધી 15 ટેરિટોરિયલ આર્મીના જવાનો સહિત 20ના મોત

| Updated: July 2, 2022 11:35 am

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિએ ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થયું હતું અને 107 ટેરીટોરિયલ આર્મી કેમ્પને ટક્કર મારી હતી. આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નિપજ્યાં છે, જેમાંથી 15 ટેરિટોરિયલ આર્મીના જવાનો અને પાંચ નાગરિકોના હતા.

આ ઘટનામાં હજુ શોધખોળ તેમજ બચાવ રાહત કામગીરી ચાલુ છે. હજુ કાટમાળ નીચે કેટલા લોકો દબાયા છે તેની પૂરતી માહિતી મળી નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દુર્ઘટના સમયે ટેરિટોરિયલ આર્મીના 43 સૈનિકો ત્યાં હાજર હતા. ભારતીય સેના, આસામ રાઈફલ્સ, ટેરીટોરિયલ આર્મી અને સેન્ટ્રલ અને સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

ભારતીય સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં 13 ટેરિટોરિયલ આર્મીના જવાનો અને પાંચ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલ 15 પ્રાદેશિક આર્મી કર્મચારીઓ અને 29 નાગરિકોની શોધ અવિરત ચાલુ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ સાથે મણિપુરમાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી ભૂસ્ખલનની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સંભવિત સમર્થનની ખાતરી આપી હતી. મણિપુરના મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓ માટે પ્રત્યેકને ₹5 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન, નવ લોકોનાં મોત, ત્રણ ઘાયલ

Your email address will not be published.