અમદાવાદમાં 25 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટએ કોલેજ હોસ્ટેલમાં આત્મહત્યા કરી

| Updated: May 12, 2022 7:04 pm

બુધવારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અભ્યાસક્રમમાં જોડાયાના છ દિવસ બાદ જ 25 વર્ષના વિદ્યાર્થીએ પોતાની હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. વિદ્યાર્થીને પહેલા વર્ષના એમડી (ઓપ્થેલ્મોલોજી)માં પ્રવેશ મળ્યો હતો. બે મહિનામાં મેડિકલ સ્ટુડન્ટની (Medical student ) આ છઠ્ઠી આત્મહત્યા છે. જોકે આત્મહત્યા કરવાનું કારણ હજી અજ્ઞાત છે.

મહેસાણાના ખેરાલુ ગામના  ખેડૂતના પુત્ર સચિન ચૌધરીને બોયઝ હોસ્ટેલમાં A બ્લોકનો રૂમ 209 ફાળવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને  જામનગર મેડિકલ કોલેજમાં નેત્ર ચિકિત્સા અભ્યાસક્રમ માટે પ્રવેશ મળ્યો હતો, પરંતુ 5 મેના રોજ તે બીજે મેડિકલ કોલેજમાં શિફ્ટ થઈ ગયો હતો.

આ પણ વાંચો: સી આર પાટિલની તડાફડીઃ ગુજરાતમાં મહાઠગ આવે છે લોકો સાવધાન રહે

શાહીબાગના ઇન્ચાર્જ અને પીઆઇ વી વી વાઘેલાએ જણાવ્યું કે , ગુરુવારે સાંજે, જ્યારે તેનો રૂમમેટ ડૉ. રોહિત શર્મા રૂમમાં પાછો ફર્યો, ત્યારે તેણે દરવાજો અંદરથી બંધ જોયો હતો. પછી તેણે વારંવાર દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળતા તેણે બારીમાંથી ડોકિયું કર્યું, અને ચૌધરીને સીલિંગ ફેન સાથે લટકતા  જોયો હતો. વાઘેલાએ જણાવ્યું હતું કે શર્માએ આ ઘટના અંગે કોલેજ સત્તાવાળાઓ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે રૂમ અને ચૌધરીના સામાનની શોધખોળ કરી પરંતુ તેમને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી.

બીજે મેડિકલ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે ચૌધરી વિભાગ દ્વારા આયોજિત માત્ર એક જ બેઠકમાં હાજર રહ્યો હતો. બેઠક પાંચ કલાક ચાલી હતી. તેના અભ્યાસક્રમ માટે પ્રોફેસર ફાળવવામાં આવ્યા હોવા છતાં તે ન તો હોસ્પિટલમાં કોઈ દર્દીની હાજરીમાં ગયો કે ન તો વર્ગખંડમાં ગયો હતો. મેડિકલ કોલેજના એક સૂત્રએ જણાવ્યું હતું. આ ઘટના અંગે કોલેજે તેના માતા-પિતાને જાણ કરી છે. શાહીબાગ પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પોલીસ જણાવ્યું કે તેઓ તેના સહપાઠીઓ, કોલેજના પ્રોફેસરો અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવશે.

Your email address will not be published.