બેઠકનું રાજ‘કારણ’ કે સમાજનું, બંધબારણે 3 કલાકની મેરેથોન બેઠક

| Updated: April 16, 2022 9:25 pm

હાર્દિક પટેલ હાઈકમાન્ડથી નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે હાર્દિક અને નરેશ પટેલની બંધ બારણે 3 કલાકની બેઠક યોજાઈ હતી. આ બેઠકને રાજકીય વતૂર્ળોમાં કઈ નવી જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

હાર્દિક અને નરેશ પટેલની આજની ત્રણ કલાકની બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન રાજકોટ ખાતે નરેશ પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી. જો કે, આ પહેલા હાર્દિકે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ઘણી પ્રયાસો પણ કરી ચૂક્યો છે. જયારે હાર્દિક પટેલ હાલના સમયમાં હાઈકમાન્ડથી નારાજ પણ જોવા મળી રહ્યા છે. આ બેઠકને લઈ રાજકારણનો માહોલ પણ ગરમાયો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે?

હાર્દિક પટેલે એક મીડિયાને ઈન્ટરવ્યું આપતા જણાવ્યું કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે તેનું મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી પરંતુ કોઈ એક્શન લેવાઈ નથી. ત્યારબાદ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષા ખરાં ઉતરી ન શકીએ તો પછી આ નેતાગીરીનો કોઈ અર્થ છે! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસાના કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલે સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને હાર્દિકે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હાર્દિકની અપીલ હતી કે તેની સજા પાછી ખેંચી લેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગના બનાવોની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે હાઈકોર્ટે પણ સજા પર સ્ટે મુકવાની જરૂર છે.

Your email address will not be published.