હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આવતીકાલની કરી આ આગાહી

| Updated: January 8, 2022 5:09 pm

રાજયમાં હાલ બેવડા વાતાવરણનો અનૂભવ થઇ રહ્યો છે.ત્યારે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.આવતી કાલથી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.કાલથી થીજવતી ઠંડી પડશે અને ઉતર ગુજરાતમાં વધુ ઠંડી પડ઼વાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઠંડીનો પારો 8 ડિગ્રી ગગડશે તેવું અંબાલાલ દ્રારા કહેવામાં આવ્યું છે.16 થી 19 જાન્યુઆરીમાં ફરી હવામાનમાં પલટો આવશે તેવી પણ હાલ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના લોકો હાલ બેવડી નહી પણ ત્રણ ગણી સીઝનનો અનૂભવ કરી રહ્યા છે.થોડા દિવસ વરસાદ તો થોડા દિવસ ગરમી અને થોડા દિવસ ઠંડીનો અનૂભવ કરી રહ્યા છે.

વધી રહેલા કોરોના કેસો વચ્ચે વાતવરણમાં પણ બદલાવ જોવા મળે છે.વાતાવરણ બદલાવાના કારણે રોગચાળામાં પણ વધારો થશે તેવી સંભાવનાઓ જોવા મળી છે.રાજયમાં રાજ્યમાં હજી બે દિવસ સુધી માવઠાની શક્યતાં રહેશે તે પણ સાથે અંબાલાલે ઉમેર્યું હતું.તાપમાન 3થી 5 ડિગ્રી ગગડવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.અને થોડા દિવસ બાદ ફરી ઠંડી પડશે અને જોરદાર પડશે તેવી આગાહી અંબાલાલે કરી છે.

Your email address will not be published. Required fields are marked *