ગુજરાતમાં વડોદરા રાજકોટ ભાવનગર જામનગરને મેટ્રો મળી શકે

| Updated: May 14, 2022 12:48 pm

નવી દિલ્હીઃ ગુજરાતના ચાર શહેરોને આગામી સમયમાં મેટ્રો ટ્રેન મળી શકે છે, એમ જીએમઆરસી (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) સૂત્રોએ જણાવ્યું હતું. આ ચાર શહેરો વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર છે.

જીએમઆરસી દ્વારા દ્વારા ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ ગ્રુપ સિસ્ટ્રા દ્વારા તે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ચાર શહેરોમાં બે નવા પ્રકારની એમઆરટીએસ, મેટ્રો નીયો અને મેટ્રો લાઇટ જોવા મળી શકે છે. તેને ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે ડિઝાઇન કરવામાં આવી હશે.

જીએમઆરસીના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચાર શહેરોમાં મેટ્રો નીઓ કે મેટ્રો લાઇટ પ્રોજેક્ટ્સ સ્થાપવા તેના અંગે શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં આવી શકે છે. તેનો ડીપીઆર 2022ના અંત સુધીમાં તૈયાર થઈ જાય તેમ માનવામાં આવે છે. મોટા શહેરોમાં મેટ્રો બનાવવામાં આવે છે તેની તુલનાએ નાના શહેરોમાં એમઆરટીએસ, મેટ્રો નીયો અને મેટ્રો લાઇટ બનાવવાનો ખર્ચ ઘણો ઓછો આવે છે.

સિસ્ટ્રા ફક્ત ચાર શહેરો માટે એમઆરટીએસનો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનું છે તેવું નથી. તે આ સિવાય મેટ્રો ચાલે છે ત્યાં પણ આ પ્રકારના બીજા કોરિડોરની સંભાવના તલાશવાનું છે. તેની સાથે બીજા શહેરોમાં પણ ટ્રાફિકનું વિશ્લેષણ કરીને ક્યાં-ક્યાં મેટ્રોની જરૂર પડવાની છે તે પણ જોવાનું છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો સિસ્ટમની ક્ષમતા વધારે છે અને તેનો ખર્ચ પણ ઊંચો આવે છે. જ્યારે બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં આટલી મોંઘી સિસ્ટમની જરૂર નથી. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નવી સિસ્ટમ્સ વિકસાવી છે અને તેનું નામ મેટ્રો લીઓ અને મેટ્રો લાઇટ રાખવામાં આવ્યું છે. મધ્યમ અને નાની શ્રેણીના શહેરો માટે આ સિસ્ટમ એકદમ યોગ્ય છે.

અધિકારીએ ઉમેર્યુ હતું કે લાંબા ગાળાના ધ્યેયોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર ચાર શહેરોમાં મેટ્રો સિસ્ટમ લાવવાનું ધ્યેય ધરાવે છે. આ પ્રોજેક્ટના અમલીકરણના કાર્ય પર જીએમઆરસી દેખરેખ રાખશે. મેટ્રો નીયો કે મેટ્રો લાઇટ પ્રવાસીઓને મેટ્રો ટ્રેન જેવો જ અનુભવ કરાવશે.

હવે અમદાવાદ મેટ્રોની તુલનાએ આ પ્રોજેક્ટ છ કારના બદલે બેથી ત્રણ કારનો હશે. ટ્રેનની લંબાઈ ઘટાડાશે અને સ્ટેશનનોની પહોળાઈ ઘટી જશે. તેના લીધે સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ પણ મોટાપાયા પર ઓછો આવશે. બીજા શબ્દોમાં કહીએ તો અમદાવાદમાં પ્રથમ તબક્કામાં મેટ્રો બનાવવાનો ખર્ચ પ્રતિ કિ.મી.એ 300 રૂપિયા આવ્યો તો મેટ્રો લાઇટ તેની સામે પ્રતિ કિ.મી. 150 કરોડમાં અને મેટ્રો નીઓ 100 કરોડમાં બની જાય.

મેટ્રો લાઇટ અને મેટ્રો નીઓ માટે જમીનની જરૂરિયાત ઓછી હશે, કારણ કે તેના સ્ટેશનોનું કદ નાનું હશે. બીજું મેટ્રોમાં એલિવેટેડ કોરિડોરની જરૂર નહી પડે. તેને રસ્તાને સમાંતર ચલાવી શકાશે. આ બધાના લીધે નાના શહેરોમાં રેલ આધારિત સિસ્ટમનો ખર્ચ ઓછો આવશે, એમ અધિકારીએ ઉમેર્યુ હતું. જીએમઆરસી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે અમદાવાદ અને સુરત બંનેમાં મેટ્રો બનાવી રહ્યું છે.

Your email address will not be published.