સગીરાના ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર આરોપી સામે ફરિયાદ

| Updated: January 27, 2022 2:23 pm

બોડેલી નજીકના પાડોશી જિલ્લાના એક ગામની ગભરૂ તરુણી પર તેના જ ગામના યુવાને પાશવી દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે.બોડેલી પાસેથી તેણીનું અપહરણ (Mischief with Sagira) કરી જંગલમાં લઇ જવાઇ હતી.જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચરાયું હતું.બોડેલીથી અપહરણ કરી લઇ જવાઇ હોવાથી બોડેલી પોલીસે કિશોરીની માતાની એફ.આઈ.આર.નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

14 વર્ષની આ કિશોરી ઘો.10માં અભ્યાસર્થે જેતપુરપાવી રહેતા તેના મામાના ઘરેથી સ્કૂલ જવા આવવા બસ મારફતે અપડાઉન કરતી હતી.બોડેલી એસ.ટી.ડેપોમાં ઉતરી આ વિદ્યાર્થીની પોતાની સ્કૂલે જવા નીકળી ત્યારે એક યુવાન બળજબરી તેણીને બાઇક પર બેસાડી બાજુના જિલ્લાના જંગલમાં એક ડુંગર પાસે લઈ ગયો હતો. જ્યાં તેણીને ડરાવી ઘમકાવી તેણીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ (Mischief with Sagira) આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા પછી એ યુવાન બાઇક પર કિશોરીને બોડેલીની અલીપુરા ચોકડી પર છોડી ગયો હતો. જયાંથી તેણીએ પરિવાર જનોને ફોન કોલ કરી તેની સાથે બનેલ બનાવની રોતલ આંખે વિગત જણાવી હતી.આ ઘટના તા.25 જાન્યુ.2022ના રોજ બની હતી.બોડેલી પોલીસે ઘટના અંગે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી યુવાનને કવરઅપ કરી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સ્ટોન કિલિંગ: પૈસાની લેતી દેતી મામલે મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

14 વર્ષ અને 8 મહિનાની આ કિશોરીની માતાએ બનાવ અંગે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બોડેલી સી.પી.આઈ.દેસાઇ તેની તપાસ કરી રહ્યા છે. ફરિયાદમાં કન્યા સ્કૂલમાં ધો.10માં ભણતી હોવાનો ઉલ્લેખ કરી અભ્યાસ માટે જેતપુરપાવી તાલુકાના એક ગામમાં રહેતા મામાના ઘરેથી તેણી અપડાઉન કરતી હોવાનું જણાવાયુ છે. સ્કૂલમાં ભણતી માસૂમ વયની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની વાત બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં જાણ થતાં બળાત્કારી નરાધમ વિરુદ્ધ લોકોનો ગુસ્સો દાવાનળની જેમ ફૂટી નીકળ્યો હતો. પોલીસે ઘટના અંગેની કાર્યવાહી કરવા હેતુ ભોગ બનનાર કિશોરીનું મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે.

ફોટાઓ વાયરલ કરી દેવાની છોકરીને ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ

જેતપુરપાવી તાલુકાના ભોગ બનનાર કિશોરીને મામાના એ ગામ,ઘરેથી સ્કૂલમાં ભણવા આવેલી વિદ્યાર્થીની અલીપુરા એસ.ટી. ડેપોએથી ચાલતી નીકળી ત્યારે એ યુવાન બાઇક લઈને ઉભો હતો.જેણે છોકરીને તેણીના ફોટાઓ પોતાની પાસે છે. તે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ડરી ગયેલી કિશોરીને બાઇક પર તેની સાથે બેસાડીને તે જંગલ તરફ લઇ ગયો હતો જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

યુવાન બે વર્ષથી ધમકાવતો હતો

ભોગ બનનાર કિશોરીની માતાએ પોલીસ ફરિયાદમાં આરોપી યુવાન છેલ્લા બે વર્ષથી કિશોરી સાથે અવારનવાર ધમકાવતો હતો. આરોપી યુવાન તેમના જ ગામનો રહેવાસી છે. બોડેલી નજીક જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું તે પહેલાં પણ તે આ છોકરી સાથે ધમકાવતો હતો તેમ તેની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.