રામોલ વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું બાદમાં ફૂવાએ પણ સગીરાને તેની હવસનો ભોગ બનાવતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સાવકા પિતા અને ફૂવા સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રામોલ વિસ્તારમાં પિતા પુત્રીના સંબધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સાવકા પિતાએ 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યૂં હતું. બે મહિના અગાઉ સગીરા જ્યારે ઘરે એકલી હતી ત્યારે નરાધમ સાવકા પિતાએ એકલતાનો લાભ ઉઠાવી અને સગીરા સાથે અડપલા કર્યા હતા.
નરાધમ સાવકા પિતાએ અડપલા કરતા સગીરાએ મદદ માટે બુમો પાડી હતી. જેથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા તે ડરી ગઈ હતી. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે નરાધમ આરોપીને કામ અર્થે બહાર ગામ જવાનું હોવાથી તે તેની બહેનના ત્યાં સગીર દીકરીને થોડા દિવસ માટે મૂકીને ગયો હતો.
જો કે, ત્યારબાદ આ સગીરા સાથએ તેના ફૂવાએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતુ. ત્યાર બાદ આરોપીઓએ સગીરાના અશ્લીલ ફોટા પાડી તેને બ્લેકમેઈલ કરતા હતા. છેવટે કંટાળેલી સગીરાએ તમામ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.