બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના પંડાલો પર અસામાજિક તત્વો ત્રાટક્યા, મૂર્તિઓ ખંડિત કરીઃ હિંસામાં ત્રણના મોત

| Updated: October 14, 2021 4:55 pm

બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી તત્વોએ હિંસક રૂપ ધારણ કર્યું છે. આ દરમિયાન દુર્ગા પંડાલો અને હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ બની છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

જે વિસ્તારોમાં હિંસા થઈ છે ત્યાં શાંતિ જાળવવા માટે અર્ધલશ્કરી દળોને ઉતારવા પડ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે કેટલીક જગ્યાએ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ પર હુમલા થયા છે.

દેશમાં દુર્ગાપૂજાની ઉજવણી દરમિયાન કોમી તણાવમાં વધારો થયો છે. કોમિલા ટાઉનમાં નાનૌર દિગી પાસે દુર્ગા પૂજાના એક પંડાલમાં કુરાનનું અપમાન થયું હોવાના અહેવાલ બાદ હિંસા ફેલાઈ છે.

પોલીસે પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ પોલીસ પર ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *