મોદી આવે તો તોફાન બંધ, આ છે ગુજરાતનું અશાંતિનું મોડેલઃ મેવાણી

| Updated: April 20, 2022 4:20 pm

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દરેક રાજકીય પક્ષ તેની વોટબેન્ક અંકે કરવાના કામે લાગી ગયો છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણના મોરચે સત્તાધીશો પર નિશાન સાધ્યું છે તો શાસક પક્ષ ભાજપને તાજેતરમાં જ રામનવમીની શોભાયાત્રા દરમિયાન વડોદરા, હિંમતનગર, ખંભાત, માણસા જેવા વિસ્તારોમાં થયેલા પથ્થરમારાનો ફાયદો થઈ શકે છે. તેની સામે કોંગ્રેસે તેના સમર્થિત ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતાર્યા છે.

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે અને આવી ઘટનાઓ બનતી નથી અને ન હોય તો તોફાન થાય છે આ છે શું આ છે ગુજરાતનું અશાંતિનું મોડેલ. વડાપ્રધાનના આગમન પહેલા વડોદરા, માણસાના ઇટાદરા, વેરાવળ અને હિંમતનગરમાં કેમ ઘટનાઓ બનવા પામી, શું પોલીસ તંત્ર અને સરકાર આ મુદ્દે.સજાગ છે.  એમણે આક્ષેપ કર્યો કે ગુજરાત મોડેલનો અને કોંગ્રેસના સત્તાકાળના કર્ફ્યૂની વાતો કરતી ભાજપ સરકાર ગુજરાતમાં શાંતિ સ્થાપવામાં કેમ નિષ્ફળ નીવડી છે.

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ખંભાત શહેરમાં ભાજપ શાસિત નગર પાલિકા, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ ભાજપના છે, સત્તા અને પોલીસ તંત્ર પણ ભાજપ શાસિત સરકારના નિયંત્રણમાં છે છતાંય આવી ઘટનાઓ કયા કારણોસર બને છે.વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી મંગળવાર સાંજે  ખંભાત નગર પહોંચ્યા હતા અને  જૂથ અથડામણના અસરગ્રસ્ત મુસ્લિમ પરિવારોની મુલાકાત લીધી હતી, તેમણે મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને મળીને વાતચીત કરી હતી.

આણંદ જિલ્લાના ખંભાત નગરમાં શક્કરપૂર વિસ્તારમાં પત્થરમારા અને દુકાનોનોમાં આગચંપીની ઘટનાના બાદ વાતાવરણ બગડયું હતું અને જૂથ અથડામણ થઈ હતી. ખંભાતમાં ઘટના એવી બની હતી કે રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી અને એક વ્યક્તિનું મોત થવા પામ્યું હતું.

ખંભાતમાં ટાવર બજાર ખાતે સાતથી આઠ દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી.આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી હોવાથી પોલીસનો કાફલો વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ ત્રણ મૌલવી અને અન્ય બે શખ્સોને ષડયંત્ર ઘડવાના ગુનામાં અને  કુલ 9 આરોપીઑને પોલીસે અટક કરી હતી અને કોર્ટે તેઓને 20 એપ્રિલ સુધીના રિમાન્ડ આપ્યા હતા.

Your email address will not be published.