મોન્સાન્ટોના અધિકારીઓ પણ નિગરાણી હેઠળ હતા

| Updated: July 21, 2021 5:54 pm

2018માં મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે રાજ્યમાં મંજૂરી વગરના બિયારણ, એટલે કે બીટી કોટનનું વેચાણ કરતી કંપનીઓ પર નજર રાખવા એક એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી.

રાજ્ય સરકારનો આરોપ હતો કે બિયારણ બનાવતી કેટલીક કંપનીઓ મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા અને કર્ણાટકમાં બીટી કોટનનું વેચાણ કરી રહી છે. આ રાજ્યો કપાસના વાવેતરમાં અગ્રણી છે.

એસઆઇટીની રચના માટેના ઠરાવમાં મેહિકો મોન્સાન્ટો બાયોટેક પ્રા. લિ, મોન્સાન્ટો હોલ્ડિંગ્સ પ્રા. લિ અને મોન્સાન્ટો ઇન્ડિયા લિ.નો ઉલ્લેખ હતો. આ કંપનીઓ એચટી ટ્રાન્સજેનિક જિન્સ ધરાવતા એચટીબીટી કોટન સીડ્સનું બિનસત્તાવાર ઉત્પાદન, સ્ટોરેજ અને વેચાણ કરતી હોવાનો આરોપ મુકાયો હતો.

આ તપાસ હેઠળ એસઆઇટીના વડા અને પોલીસના સ્પેશિયલ આઇજી ક્રિષ્ના પ્રકાશે ગુજરાત અને તેલંગણાની મુલાકાત પણ લીધી હતી. એસઆઇટીએ તેનો રિપોર્ટ થોડા મહિના અગાઉ જ રાજ્યના કૃષિ મંત્રાલયને સોંપ્યો હતો.

Your email address will not be published.