અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પાંચ માસના દિકરા સાથે માતાએ નદીમાં ઝંપલાવી મોતને વ્હાલ કર્યું. પરિણીતાએ ગૃહ કંકાસથી કંટાણી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક પરિણીતાએ ગૃહ કંકાસથી કંટાળી તેના પાંચ માસના દિકરા સાથે નદીમાં છલાંગ લગાવી જીવનનો અંત લાવ્યો હતો. ફાયર વિભાગે આજે માતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે આ મામલે મહિલાના ભાઈ અને પતિ સહિત સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધી ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક પરિણીતાના ભાઈએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા આ બન્નેના લગ્ન થયા હતા. જો કે, પરિવારજનોએ પતિ દારુનો નશો કરતો અને તેની ટેવ ખરાબ હોવાના કારણે આ લગ્ન માટે ના પાડી દીધી હતી. જો કે, તેણે પરિવારજનોને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા હતા. જેથી પરિવારજનોએ તેણી સાથે તમામ સંબધો તોડી દીધા હતા.