અદાણી ફાઉન્ડેશન અને GTU વચ્ચે અદાણી પ્રકલ્પોના પ્રવાસ માટે કરાર

| Updated: August 2, 2022 3:49 pm

અદાણી (Adani) ફાઉન્ડેશન અને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વચ્ચે પ્રોજેક્ટ ઉડાન હેઠળ એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ. જી. અદાણીની હાજરીમાં અમદાવાદની અદાણી વિદ્યામંદિર સ્કૂલમાં પ્રોજેક્ટ ઉડાન હેઠળ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં GTUના કુલપતિ પ્રો. (ડૉ.) નવીન શેઠ, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન. આર અદાણી ફાઉન્ડેશનના એકિઝક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવી, GTUના રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર, GTUના આાંતરરાષ્ટ્રીય સંબંધી વિભાગના ડૉ. કેયુર દરજી, અદાણી ગ્રુપના કોર્પોરેટર અફેર્સ તરફથી કુંતલ સંઘવી અને અદાણી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રોજેક્ટ સંયોજક જીજ્ઞેશ વિભાંડિક ઉપસ્થિત હતા.

આ પ્રોજેક્ટ હેઠળ GTU સંલગ્ન કોલેજો અને સંસ્થાઓના વિદ્યાથીઓને અદાણી ગ્રુપના વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પો જેવા કે અદાણી પોર્ટ, અદાણી પાવર મુંદ્રા, હજીરા, દહાણુ, કવાઈ, તિરોડા અને ધામરા ખાતેની અદાણી વિલ્મર રિફાઈનરીની મુલાકાત માટે એક્સપોઝર ટુરનુ આયોજન કરવામાં આવશે. એક્સપોઝર ટૂરનો મુખ્ય હેતુ વિદ્યાથીઓને પ્રેરણા આપવાનો તેમજ બિઝનેસ વિશેની ઝાંખી કરાવવાનો છે. આ MoUમા અદાણી બિઝનેસ સાઇટ્સ, મુન્દ્રા, હજીરા (ગુજરાત) અને દહાણુ (મહારાષ્ટ્ર)ને પણ આવરી લેવામાં આવશે.

GTU તમામ ટેકનિકલ કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓના પ્રોજેક્ટ ઉડાન અંગે ભલામણ કરશે. આ તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ મુખ્ય અધિકારી કે પ્લેસમેન્ટ ઓફિસર વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે અદાણી ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકે છે. 

અદાણી (Adani) ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીએ જણાવ્યું હતુ કે, “વર્ગખંડની બહારની દુનિયામાં ભણવાથી યુવાધનને ખૂબ જ અલગ અને ખાસ શિક્ષણ પ્રાપ્ત થાય છે. આજનું યુવાધન જ્યારે આવતીકાલના ઈનોવેટર્સ અને અચિવર્સ બનવા માટે મોટું વિચારશે ત્યારે તે રાષ્ટ્રનિર્માણનું મોટું પગલુ હશે.

GTUના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ.) નવીન શેઠે જણાવ્યુ હતુ કે, “અદાણી (Adani) ફાઉન્ડેશન સાથે આ MOU સાઈન કરવાનો મને આનાંદ છે. આગામી સમયમાં અમારા વિદ્યાથીઓ અદાણી જૂથ દ્વારા સ્થાપિત કેટલાક શ્રેષ્ઠ વ્યવસાયોની મુલાકાત લેશે અને તેમનામાં શિક્ષણના નવા પરિણામો ઉમેરશે.”

GTU શૈક્ષણિક સંસ્થાઓને પ્રોજેક્ટ ઉડાન અને અદાણી ફાઉન્ડેશનની અન્ય પહેલો માટે ઓનલાઈન અને ઓફલાઈન સેમિનારના આયોજન માટે પણ મદદ કરશે. જો જરૂરી જણાય તો તે શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી મેળવવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચો: અદાણી યુનિવર્સિટીના ઉપક્રમે વૈશ્વિક શિક્ષણ પરિષદનું આયોજન

Your email address will not be published.