IAS કેડરના નિયમોમાં ફેરફારની કેન્દ્રની હિલચાલનો કેમ રાજ્યો કરી રહ્યા છે વિરોધ? સમજો આ વિવાદને

| Updated: January 24, 2022 1:47 pm

કેન્દ્ર સરકાર આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ) કેડરના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ અંગેનું બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાશે. ભાજપ શાસિત ન હોય એવા રાજ્યોની સરકારોએ કેન્દ્રની આ હિલચાલનો પૂરજોશ વિરોધ કર્યોો છે. શરૂઆત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કરી હતી. એક અઠવાડીયામાં તેમણે બે વખત વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ અંગે વાંધો દર્શાવ્યો હતો. એ પછી મહારાષ્ટ્ર સરકાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન અને કેરળના મુખ્યમંત્રી પી.વિજયને પણ પીએમ મોદીને પત્ર લખીને નારાજગી દર્શાવી હતી. આઇએએસ કેડરના નિયમોમાં ફેરફારનો આ આખો વિવાદ શું છે આવો સમજીએ…

  • ગત 12 જાન્યુઆરીએ ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ એન્ડ ટ્રેનિગ દ્વારા રાજ્યોના ચીફ સેક્રેટરીઓને પત્ર પાઠવવામાં આવ્યો. આ પત્રમાં જણાવાયું કે કેન્દ્ર સરકારક આઇએએસ (કેડર) રુલ્સ 1954માં બદલાવ કરવા માગે છે. કેન્દ્રએ આ મુદ્દે રાજ્યોને 25 જાન્યુઆરી સુધીમાં પોતાના અભિપ્રાયો રજૂ કરવા જણાવ્યું.
  • નવા નિયમ મુજબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો બાયપાસ કરીને કોઈપણ આઇએએસ અધિકારીને ડેપ્યુટેશન માટે બોલાવી શકે છે.
  • અત્યાર સુધીની વ્યવસ્થા એવી છે કે રાજ્યોના આઇએઅસ અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. એ પછી રાજ્ય સરકાર આવા અધિકારીઓની યાદી બનાવતી તથા અધિકારીઓને ડેપ્યુટેશન પર મોકલતી.
  • આગામી 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર આઇએએસ કેડરને લગતું નવું બિલ રજૂ કરવા માગે છે. 2021ની 1લી જાન્યુઆરી સુધીમાં દેશમાં 5,200 આઇએએસ અધિકારી છે. જેમાંથી 458 કેન્દ્રમાં નિયુક્ત છે.
  • પણ નિયમમાં ફેરફાર કરવાના કેન્દ્રના પ્રયાસોનો રાજ્યોના ઘણા અધિકારીઓ અંદરખાને વિરોધ કરી રહ્યા છે. તેથી કેટલાક રાજ્યો આ નિયમ નહીં બદલવાની માગણી કરી રહ્યા છે.
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમને પત્ર લખીને આ નવા નિયમો રદ કરવા અપીલ કરી છે અને કહ્યું છે કે જો આમ નહીં થાય તો મોટું આંદોન થઈ શકે છે.
  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કેન્દ્રની આ હિલચાલને સાર્વભૌમ માળખાની વિરુદ્ધની ગણાવી હતી.
  • ડેપ્યુટેશન મુદ્દે અગાઉ પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મતભેદો થઈ ચૂક્યા છે. મે 2021માં આઇએએલ અલપન બંદોપાધ્યાયના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઘર્ષણ થયું હતું.
  • ડિસેમ્બર 2020માં કેન્દ્ર સરકારે ત્રણ આઇપીએસ અધિકારીઓને ડેપ્યુટેશન પર મોકલવા જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે આ માગણી સ્વીકારી નહોતી.
  • 2010માં અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે આઇપીએસ અધિકારીઓના મુદ્દે કેન્દ્ર અને તામિલનાડુની જયલલિતા સરકાર વચ્ચે ખટરાગ થયો હતો. 

Your email address will not be published.