MUMBAI CORONA: 221 ડોક્ટર સાથે સંજય રાઉતનો પરિવાર કોરોના પોઝિટીવ

| Updated: January 5, 2022 6:35 pm

કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે આ વધતા કોરોનામાં મુંબઇ અને દિલ્હીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી પ્રમાણે મુંબઇમાં 221 તબીબો સાથે સંજય રાઉતનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હોવાની માહીતી મળી છે.તેમના પરિવારના દરેક સભ્યને કોરોના થયા હોવાની વાત સામે આવી છે.

આ સાથે જેજે હોસ્પિટલના 59 ડોક્ટર, સાયન હોસ્પિટલના 50 ડોક્ટર, KEM હોસ્પિટલના 40 ડોક્ટર, નાયર હોસ્પિટલના 40 ડોક્ટર કોરોનામાં સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

સંજય રાઉતના પરિવારની જો વાત કરવામાં આવે તો તેમની માતા અને પત્નિ સાથે પુત્રી અને ભત્રીજી કોરોના પોઝિટીવ થયા છે.

સંજય રાઉતના પરિવારમાં તેમના માતા, પત્ની, પુત્રી અને રાજ ઠાકરેના ઘર અને ઓફિસ ‘શિવતીર્થ’ના ત્રણ કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાની પણ માહિતી મળી રહી છે.અમિતાભ બચ્ચનનો એક કર્મચારી પણ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.અને તેની સાથે અનેક અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.અને સાથે જ આ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.

મહારાષ્ટ્રના અત્યાર સુધીમાં 10થી 15 મંત્રીઓ અને 70 ધારાસભ્યો કોરોના પોઝિટીવ થયા હોવાનું સામે આવ્યું છે.અતિયાર સુધીમાં એટલા નેતાઓ સાથે ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *