મંચી કામા ખુશમિજાજ, પ્રેમાળ અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ હતા. દેશના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના સહ-માલિક તરીકે તેમનો સંપર્ક ગમે ત્યારે કરી શકાતો હતો. તેઓ ગુજરાતી ભોજનના ચાહક હતા. મુંબઈ સમાચારના 200મા જન્મદિવસની ઉજવણીના 48 કલાકની અંદર આજે સવારે તેમનું અવસાન થયું છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા મુંચી શેઠને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
