અઢાર વર્ષ અને તેથી વધુ વયના લોકોના રસીકરણ માટે સારો સહકાર મળી રહ્યો છે અને હવે મુંબઇ સરકાર રફતારથી કામગીરી કરી રહી છે જેને લઇને હવે મુંબઇ સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બે શિફટમાં વેક્સીન આપવામાં આવશે.18 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારે અને કિશોરોને બપોરે અપાશે વેક્સીન આપવામાં આવશે.
ભારત સરકાર સતત રસીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે અનેક રાજયોમાં તેની કામગીરી પુરજોશથી કરવામાં આવી રહી છે અને તેને લઇને તંત્ર સખત જોવા મળી રહ્યું છે લોકોને રસી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.આ સાથે મુંબઇ 15 થી 18 વર્ષની કિશોર- કિશોરીઓમાં રસીકરણ અંગે બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. આને ઝડપી બનાવવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બે સત્રોમાં રસીકરણ અભિયાન કરવાની યોજના બનાવામાં આવી છે.રસીકરણનું આ નવું શિડ્યુલ આવતા સપ્તાહથી અમલમાં આવશે તેવી વાત પણ જાહેર કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આ નવું ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. અઢાર વર્ષ અને તેથી વધુ વયના લોકોના રસીકરણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ 15 થી 18 વર્ષની કિશોર- કિશોરીઓમાં રસીકરણ અંગે બહુ ઉત્સાહ જોવા મળ્યો નથી. આને ઝડપી બનાવવા માટે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બે સત્રોમાં રસીકરણ અભિયાન કરવાની યોજના બનાવી છે.
મુંબઈમાં આ વયની રસીનો ડોઝ લેનારા કિશોરોની સંખ્યા 9 લાખ 22 હજાર 566 છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે 1 લાખ 77 હજાર 614 કિશોરીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને તેની સાથે BMC તરફથી પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યો છે કે રસીકરણને ઝડપી બનાવામાં આવે આ અભિયાનને વેગ આપવા માટે ખાનગી સંસ્થાઓને આગળ આવવા વિંનતી કરવામાં આવી છે.5 હજાર 8 નવા કેસ નોંધાયા
બે અલગ અલગ વય જૂથ રસીકરણ માટે બે અલગ અલગ ટાઈમ ટેબલ રાખવામાં આવ્યા છે.મુંબઈમાં અત્યાર સુધી કોરોનાની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે અને કાલ સુધીમાં 5 હજાર 8 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે 12 હજાર 913 લોકો કોરોનાથી સાજા થયા છે.