મુન્દ્રા ડ્રગ્સ કેસમાં 2 અફઘાન આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

| Updated: January 21, 2022 11:04 am

અમદાવાદની વિશેષ NIA કોર્ટે ગુજરાતના મુન્દ્રા બંદરે 2,998.21 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), નોઈડા દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપી અફઘાન નાગરિકોને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. NIAએ મુર્તઝા હકીમી અને આલોકોઝાઈ મોહમ્મદને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

NIAના અનુસાર, DRI દ્વારા ધરપકડ બાદ બંને ઉત્તર પ્રદેશની જેલમાં હતા અને ત્યારબાદ તેઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ગુરુવારે અમદાવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

તપાસમાં જાણવા મળ્યું છે કે બને આરોપી “માદક પદાર્થોના સંગ્રહ અને ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓના વધુ વિતરણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પ્રતિબંધિત માલ નીકાળવા જવાબદાર કસ્ટમ હાઉસ એજન્ટો ને નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરી હતી. બે આરોપીઓની ધરપકડ સાથે હવે આ કેસમાં કુલ ધરપકડ 10 થઈ ગઈ છે. ચાર્જશીટ દાખલ કરવાની બાકી છે.

Your email address will not be published.