ડાંગના મુરલી ગાંવીતે સ્પેનમાં 10 કિલોમીટરની દોડમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

| Updated: January 11, 2022 1:44 pm

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા આતંરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાંવીતે સ્પેનમાં 10 કિલોમીટરની દોડ 28.42 મિનિટમાં પુરી કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે,

ડાંગ જિલ્લામાં કુમારબંધ ખાતે રહેતા આદિવાસી દોડવીર મુરલી ગાંવીતે દેશ વિદેશમાં અનેક મેડલો મેળવ્યા બાદ હાલ સ્પેન ખાતે ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય દોડમાં 10 કિમિ 28.42 મિનિટમાં પૂર્ણ કરી દેશનું ગૌરવ વધાર્યું છે.

મુરલીએ વર્ષ 2019માં પંજાબ ખાતે 23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ દિવસે 500 મીટર દોડમાં 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બબ્બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

ત્યારબાદ કોરોના મહામારી ના પગલે બે વર્ષના વિરામ બાદ સ્પેન ખાતે દોડમાં ભાગ લીધો છે, જ્યાં 10 કિમિ ની દોડ માત્ર 28.42 મિનિટમાં પૂર્ણ કરી ડાંગનું નામ ફરી આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી ગૌરવ વધાર્યું છે.

નોંધનીય છે કે આ અગાઉ ડાંગની સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.

સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. ઉલ્લેખનીય છે ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા ડીવાયએસપી તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે

Your email address will not be published. Required fields are marked *