મુસ્લિમોએ હિન્દુની નનામીને કાંધ આપીઃ રામનામ બોલતા સ્મશાને લઈ ગયા

| Updated: July 3, 2022 8:29 pm

નફરતની આગ વચ્ચે રાહતના સમાચાર

દેશભરમાં અત્યારે નફરતની આગ ફેલાયેલી છે તેની વચ્ચે પણ માનવતાની મિશાલ કેટલાય ખૂણે ઝળહળી રહી છે તેનું ઉદાહરણ પટણા ખાતે મળ્યું છે. બિહારના પટણામાં ફુલવારી શરીફ વિસ્તારમાં મુસ્લિમોએ હિન્દુના મૃત્યુ પછી સંપૂર્ણ હિન્દુ વિધિ મુજબ તેની નનામી બાંધી હતી. તેના પછી તેના હિંદુ વિધિ મુજબ જ અગ્નિ સંસ્કાર કરીને રામનામ સત્ય હે બોલતા સ્મશાને લઈ ગયા હતા અને તેના અગ્નિ સંસ્કાર કર્યા હતા.

આ હિન્દુનું નામ રામદેવ હતું. તેનું 75 વર્ષની વયે મૃત્યુ થયુ હતુ. તેમનું આ દુનિયામાં કોઈ ન હતું. તેમના મૃત્યુ પર મુસ્લિમ કુટુંબ દ્વારા હિન્દુ રીતરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ કુટુંબ તેના પાર્થિવ દેહને રામનામ સત્ય કહેતા સ્મશાન ઘાટે લઈ ગયું હતું અને તેના અગ્નિ સંસ્કાર કર્યા હતા. રામદેવ 25થી 30 વર્ષ પહેલા રાજા બજારમાં સબનપુરામાં રહેતા મોહમ્મદ અરમાનની દુકાને ભટકતો ભટકતો આવ્યો હતો. અરમાને તેને તેની દુકાનમાં કામ આપ્યું હતું અને કુટુંબના સભ્યની જેમ રાખ્યો હતો.

શુક્રવારે રામદેવનું મૃત્યુ થયું ત્યારે શેરીના તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળી તેની નનામી સજાવી હતી. સંપૂર્ણ હિન્દુ રીતરિવાજ મુજબ રામનું નામ બોલતા સ્થાનિક સ્મશાન ઘાટે લઈ જઈ તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુકાનના માલિક મોહમ્મદ અરમાન, મોહમ્મદ રશીદ અને મોહમ્મદ ઇઝહર આ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

આમ એક બાજુએ નુપુર શર્માનું નિવેદન અને બીજી બાજુએ તેનો વિરોધ અને ત્રીજી બાજુએ તેના સમર્થનને લઈને સાંપ્રદાયિક આગ બરાબરની સળગી રહી છે ત્યારે પ્રકારના સમાચાર ચોક્કસપણ આ આગને કદાચ ઠંડી તો ના પાડી શકે પણ તેની ગરમી ઓછી કરવાનું કામ જરૂર કરશે. આ બતાવે છે કે સામાન્ય લોકો તો હજી પણ એકબીજા સાથે હળીમળીને જ રહે છે. આમ જે તકલીફ છે તે ફક્ત કટ્ટરવાદીઓ અને રાજકારણીઓને જ છે. આ બતાવે છે કે દેશનો સામાન્ય વર્ગ એકબીજા સાથે હલીમળીને જ રહેવા માંગે છે. પણ આ વાત કટ્ટરવાદીઓ અને રાજકારણીઓને કદાચ હજમ થતી નથી તેથી તે વાતાવરણ બગાડે છે.

Your email address will not be published.