મૈસુરના રોયલ રાજવંશથી ગુજરાત સુધી, ચાર હાથીઓને મળશે નવું નિવાસસ્થાન

| Updated: October 8, 2021 5:45 pm

નાયબ વન સંરક્ષક (ડીસીએફ) કે.કમલા કારિકાલે જણાવ્યું હતું કે, મૈસુરના અગાઉના રાજવી પરિવારના છ માંથી ચાર હાથી – સીતા, રૂબી, જેમિની અને રાજેશ્વરીને ખસેડવામાં આવશે જ્યારે ચંચલા અને પ્રીતિ મહેલમાં જ રહેશે.

આ રાજવી પરિવારના છ માંથી ચાર સભ્યોને ગુજરાતના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવશે. પશુ અધિકારોના કાર્યકરોએ કોર્ટમાં અરજી કરી હતી જ્યાં તેઓએ દાવો કર્યો હતો કે મનોરંજનના નામે હાથીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

આ હાથીઓને દાયકાઓ પહેલા કોર્ટના આદેશ બાદ જેમિની સર્કસમાંથી છોડાવવામાં આવ્યા હતા અને હુકમ મુજબ વન વિભાગને હાથીઓનો કબજો લેવા પણ જણાવાયું હતું.

કોર્ટના આદેશને પગલે, મૈસુર રાજવી પરિવારના તત્કાલીન વંશજ શ્રીકાંતદત્ત નરસિંહરાજા વડિયારે હાથીઓની સંભાળ લેવા સ્વૈચ્છિક રીતે સેવા આપી હતી અને તેમને મહેલમાં મોકલવામાં આવ્યા હતા. માર્ચ 2017 માં, પ્રમોદા દેવી વાડિયારે વહીવટી અસુવિધાને કારણે વન વિભાગને ત્રણ હાથી પાછા લેવા કહ્યું હતું કારણ કે કેટલાક હાથી સંભાળનારાઓ હાથીઓની યોગ્ય રીતે દેખરેખ રાખતા ન હતા.

પ્રમોદા દેવી વડિયાર અને વન વિભાગ વચ્ચે ઘણા પત્રોની આપલે થઈ હોવા છતાં, અમલદારશાહી ગૂંચવણો અને અન્ય સમસ્યાઓના કારણે હાથીઓ મહેલની અંદર જ રહ્યા. આ નિર્ણય દાયકાઓથી મહેલની અંદર રહેલા હાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. માદા હાથીઓ પાસે નર સાથીઓ નથી અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવી એ એક અઘરું કામ હતું.

Your email address will not be published. Required fields are marked *