હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનનામાંથી 32 પ્લોટ ધારકોના નામે ઠગાઇ આચરી હતી
ક્રાઇમ બ્રાંચનો ઇકોનોમિકલ સેલ સક્રીય બીજા જ દિવસે બિલ્ડર સહિત ચારની ધરપકડ
અમદાવાદ,
સરળ હપ્તે મકાન આપવાની સ્કીમ બહાર પાડી ફોર્ચ્યુન ડેવલોપર્સના ભાગીદારોએ ઈન્ડિયા હોમ લોન લિમિટેડ નામની હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાંથી રૂ.4 કરોડની લોન મેળવી હતી. આ લોનના પૈસા ઇન્ડિયા બો લોન લીમીટેડમાં ચુકવ્યા ન હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઇનો ફરિયાદી બનાસકાંઠાના ભાભરમાં પ્લાટની થઇ ઠગાઇ ઓફિસ નવરંગપુરામાં હોવાથી ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે નોઘી હતી. આવા બિલ્ડર અને ઠગાઇના કેસમાં ક્રાઇમ બ્રાંચના ઇકોનોમીસેલે તાત્કાલીક બીજા જ દિવસે ચાર આરોપીઓને પકડી પાડતા ચર્ચાનો વિષય બન્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ભાભરના ફોરચ્યુન ડેવલોપર્સના નામે કન્સ્ટ્રકશન કંપની ચલાવતા પરબતભાઈ જીવાભાઈ રબારી તથા તેમના ભાગીદારોએ ભાભર ખાતે એક પ્લોટિંગ સ્કીમ મુકી હતી. જેમાં આ પ્લોટ લેનારા લોકોને ફાઇનાન્સ આપવાનું કહીને સસ્તામાં સરળ હપ્તે મકાન આપવાનું જણાવ્યુ હતુ. જે અંતર્ગત 32 લોકોના દસ્તાવેજો કરી આપવામાં આવ્યા હતા. તેમણે ફાઇનાન્સ કંપનીમાંથી બાંધકામ શરૂ થયું ન હોવા છતાં સભાસદોના નામે રૂ. 4 કરોડની લોન લીધી હતી. જેમાં અલગ અલગ હપ્તાની રકમ રૂ. 47,20,842 ની રકમ ઈન્ડિયા હોમ લોન લી.માં ભરપાઈ કરી હતી અને ત્યાર બાદ લોનના હપ્તા ભરવાનું બંધ કરી લોનની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. કંપનીને રૂપિયા પાછા નહી આપી વ્યાજ સાથે કુલ રૂ. 6,18,20,176 ની રકમ પરત કરી ન હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં કંપનીના એમ. ડી. બનાસકાંઠાના પરબતભાઈ જીવાભાઇ રબારી, અલ્કેશ જીવાભાઇ દેસાઈ , હમીર ખેંગારભાઇ દેસાઈ, પ્રવીણ તેજાભાઇ દેસાઈ, મહેશ મગનભાઇ રબારી, વેલ્યુઅર કલ્પેશ બાબુલાલ પ્રજાપતિ, ડીએસએ દિલીપ બાબુલાલ શાહ અને કંપનીના જનરલ મેનેજર ઋષભ યાજ્ઞિક સામે ક્રાઇમ બ્રાંચના ઇકોનોમીકલ સેલેમાં ફરિયાદ નોંધાઇ હતી. ગઇ કાલે ફરિયાદ નોંધાઇ અને ઝાંબાઝ પોલીસે બીજા જ દિવસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઇકોનોમીકલ સેલે પરબત રબારી, ઋષભ યાજ્ઞિક, કલ્પેશ પ્રજાપતિ અને દિલીપ બાબુભાઇ શાહ નામના દલાલની પોલીસે ધરપકડ કરી હતી. આ અંગે અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.