સુરત સિવિલ હોસ્પિટલમાં CBQCI દ્વારા વર્સ્ચ્યુલ ઇન્સ્પેક્શન કર્યા બાદ આપવામાં આવેલા સર્ટિફિકેટને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આ સર્ટિફિકેટ આપનારી ઇન્સ્પેક્શન કરનારની જે ટીમ છે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. માત્ર વર્ચ્યુઅલ ડેટા ભેગા કરવામાં આવ્યા છે.
કન્સ્ટીટ્યૂટ બોર્ડ ઓફ ક્વાલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હોસ્પિટલની અંદર આપવામાં આવતી સુવિધાને લઈને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ બાયોમેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા, ક્લિનિકલ, પેરા ક્લિનિકલ, ઇન્ફેક્શન કન્ટ્રોલ સમિતિ, ફાર્મસી અને સપ્લાય ઓફ ડ્રગ્સ, ડાયગ્નોસીસ સુવિધા, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને સમયાંતરે આપવામાં આવતી તાલીમ, રેકોર્ડ મેનેજમેન્ટ, વગેરે યોગ્ય રીતે થતો હોવાને કારણે આ સર્ટિફિકેટ મળ્યું છે. NABH સર્ટીફીકેટ મળવા પહેલા 167 ક્રાઈટેરિયામાંથી પસાર થવું પડે છે.
નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે ભાવનગર બસ સુરત નવી સિવિલ હોસ્પિટલને આ સર્ટિફિકેટ મળ્યું છે જેનાથી અમારો આત્મવિશ્વાસ વધશે દર્દીઓને વધુ સુવિધા આપવા માટેનો પ્રયાસ થશે. તેમજ પ્રધાનમંત્રી આરોગ્ય લક્ષી યોજનાઓ છે એમાં 10 ટકા જેટલો વધારાનો લાભ મળશે.
NABH સર્ટીફિકેટ મળ્યા બાદ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ સર્ટિફિકેટ આપનારી ઇન્સ્પેક્શન કરનારની જે ટીમ છે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. માત્ર વર્ચ્યુઅલ ડેટા ભેગા કરવામાં આવ્યા છે અને દર્દીઓ માટે જે સુવિધા છે તેને ફોન કેમેરા જોઈને આ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યો છે. ઇન્સ્પેક્શન કરનાર ટીમને મોબાઈલ દ્વારા અહીંની પરિસ્થિતિ શું છે તે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા બતાવવામાં આવી છે. જેમાં કેટલું સત્ય હશે તેના ઉપર મોટો પ્રશ્ન છે.
દર્દીઓને કેટલી યોગ્ય સુવિધા આપવામાં આવે છે તે પણ વધ્યું અને દર્દીઓને પૂછવામાં આવ્યું હતું. જેમાં કયા દર્દીને પૂછ્યું તે પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નક્કી કર્યું હતું. આવી સ્થિતિમાં યોગ્ય પ્રતિક્રિયા મળી હશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્ન થઇ રહ્યો છે. સમયાંતરે સતત સિવિલ હોસ્પિટલ વિવાદમાં રહે છે.
તાજેતરમાં જ બાળકોના વોર્ડમાં પંખા જેવી સામાન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. હોસ્પિટલના પીએમ રૂમ અને અન્ય વોર્ડમાં પણ જો કુતરા ફરતા દેખાતા હોય, ઓપરેશન રૂમમાં સ્લેપના પોપડા સમયાંતરે કરતા હોય, બહાર જ તે પ્રકારની વ્યવસ્થા વચ્ચે જ નવી સિવિલ હોસ્પિટલને NAHB સર્ટીફીકેટ મળે તો સ્વાભાવિક રીતે જ શંકા અને ચર્ચા બંને શરૂ થાય છે.