દેશમાં MeToo ચળવળ દરમિયાન નાના પાટેકર પર ઉત્પીડનનો આરોપ મૂકનાર બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ (Tanushree Dutta) શુક્રવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો સાથે એક પોસ્ટ શેર કરી છે.
તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “જો મને ક્યારેય કંઇ થાય તો તેની માટે #metoo ના આરોપી નાના પાટેકર અને તેના બોલિવૂડના માફિયા મિત્રો જવાબદાર છે! બોલિવૂડ માફિયા કોણ છે? એ જ લોકો જેમના નામ SSR મૃત્યુ કેસમાં વારંવાર આવ્યા હતા.”
અભિનેત્રીએ લોકોને ‘બોલીવુડ માફિયાઓ’નો બહિષ્કાર કરવા અને તેમની ફિલ્મો ન જોવા કહ્યું. અને કહ્યું કે ઇન્ડસ્ટ્રીના તમામ પ્રખ્યાત ચહેરાઓ,પત્રકારો અને PR એજન્સીના લોકોને બક્ષો નહી જેમણે મને બદનામ કરવાનું અભિયાન ચલાવ્યું હતું.
તેણે આગળ લખ્યું: “દરેકની પાછળ જાઓ!! તેમના જીવનને જીવંત નરક બનાવો કારણ કે તેઓએ મને ખૂબ હેરાન કર્યા છે! કાયદો અને ન્યાય ભલે મને નિષ્ફળ ગયો હોય પરંતુ મને આ મહાન રાષ્ટ્રના લોકોમાં વિશ્વાસ છે.” તનુશ્રીએ પોસ્ટ સમાપ્ત કરીને કહ્યું: “જય હિંદ ફિર મિલેંગે”
તનુશ્રીએ (Tanushree Dutta) 2008માં તેની ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર નાના પાટેકર પર તેની જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ તે વર્ષે CINTAAને ફરિયાદ પણ કરી હતી અને 2018માં આ કેસ ફરી શરૂ થયો હતો. નાના પટેકરે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને 2019 માં પોલીસ તરફથી ક્લીનચીટ મળી હતી. અભિનેત્રીએ વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં જે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે તેના વિશે અવાજ ઉઠાવ્યો છે અને બોલિવૂડમાં MeToo ચળવળનું નેતૃત્વ કરનાર પ્રથમ હસ્તીઓમાંની એક હતી.
આ પણ વાંચો: શું તમે જાણો છો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર પજવણી આરોપ લાગ્યો હતો?