કેદારનાથમાં મોદીએ રુદ્રાભિષેક કર્યોઃ આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

| Updated: November 5, 2021 2:06 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના કેદારનાથ ધામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ભગવાન શિવનો રુદ્રાભિષેક કર્યો હતો. ત્યાર પછી તેમણે આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂર વખતે આઠમી સદીની આદિ ગુરુની પ્રતિમા તૂટી ગઈ હતી, આ મૂર્તિની પુનઃસ્થાપના કરવા મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધારેના કાર્યોનું લોકાર્પણ અને શીલાન્યાસ કરશે.

આ અગાઉ તેમણે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના એરપોર્ટ પર રાજ્યપાલ ગુરમિત સિંહ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કેબિનેટ સહયોગીઓ સુબોધ ઉનિયાલ અને ગણેશ જોશી હાજર હતા.

વડાપ્રધાને આદિ ગુરુની મૂર્તિનો શીલાન્યાસ કર્યા બાદ કેદારનાથ ધામમાં ચાલતા પુનઃનિર્માણ કામની સ્થિતિ જાણી હતી.

Your email address will not be published.