પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કવિતાઓ અને અનેક પુસ્તક લેખન દ્વારા કવિ, લેખક અને સાહિત્યકાર તરીકેની ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે નજર નાખીયે કેળવણીકાર નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતમાં શિક્ષણક્ષેત્રમાં બે દાયકાની નોંધપાત્ર તપશ્ચર્યા પર.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની સરકારી શાળાઓને અદ્યતન બનાવી. તેની માળખાગત સુવિધાઓ વધારી અને એને સ્વચ્છ અને સુંદર બનાવી આપણે એકવીસમી સદીમાં આવી ગયા હોવા છતાં આપણી છોકરીઓ શાળાએ નહોતી જતી. છોકરીઓતો ઠીક છોકરાઓ પણ અભ્યાસ પૂરો નહોતા કરતા. નરેન્દ્ર મોદી એ સમસ્યાના મૂળ સુધી ગયા અને એમણે સદીઓના ભેદભાવને હટાવવાનો પડકાર ઝીલ્યો. તેમણે સૂત્ર આપ્યું ‘પહેલા વિદ્યાદાન પછી કન્યા દાન’ એમની સામે સૌથી મોટો પડકાર હતો બાળકોને શાળા સુધી લઇ આવવાનો. એ માટે એમણે શાળા પ્રવેશોત્સવ શરુ કર્યો. પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને અધિકારીઓ ગુજરાતના ગામેગામ ગયા અને બાળકોને શાળાએ મોકલવા માટે વાલીઓને જગાડયા. ફરજીયાત પણે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યા.
નરેન્દ્ર મોદીએ દોઢ લાખ જેટલા શિક્ષકોની ભરતી બેથી ત્રણ વર્ષમાં જ કરી. વાંચન લેખન વગેરેની ગુણવત્તામાં સુધારા માટે ગુણોત્સવ કાર્યક્રમ શરુ કર્યો. તેમને દસ વર્ષમાં રાજ્યમાં 1,79,000 વધારે વર્ગ ખંડો બાંધ્યા. 50000 થી વધારે શાળાઓમાં શૌચાલયની વ્યવસ્થા કરી. મોટી થતી દીકરીઓ શાળા ન છોડે એ માટે ઘરની તદ્દન નજીક શાળાઓ બાંધી.
નરેન્દ્ર મોદીએ આખા ગુજરાતની બધી શાળાઓમાં 100 % વીજળી પહોંચાડી. 22000 શાળાઓમાં અદ્યતન કમ્યુટર લેબનું નિર્માણ કર્યું. એમાં કેયુ બેન્ડ અને 42 ઇંચના ટીવી પણ મુક્યા. કન્યાઓના અભ્યાસ માટે એમણે કન્યા કેળવણી રથ શરુ કર્યા. એમણે પોતાને અંગત રીતે મળેલી ભેટોની હરાજી કરીને કન્યા કેળવણી ભંડોળ ઉભું કર્યું. પરિણામે વાલીઓનો પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો.
નરેન્દ્ર મોદીની 15 વર્ષની તપસ્યાના ફળ સ્વરૂપે ગુજરાતનું શિક્ષણ આજે સમૃદ્ધ બન્યું છે. ગુજરાતની સરકારી શાળાઓમાં બે દશકમાં 78000 થી પણ વધુ ટોયલેટ બનાવ્યા. આજે ગુજરાતમાં 16000 સ્માર્ટ કલાસ રૂમ છે અને નવા 150000 સ્માર્ટ ક્લાસ રૂમ બનવા જઈ રહયા છે. માઈક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મના ઉપયોગમાં ગુજરાત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોઉત્તર વધારા માટે સરકાર દ્વારા સરકારી શાળાઓ પર કંટ્રોલ રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ કંટ્રોલ રૂમ દ્વારા શાળામાં શિક્ષકો અને બાળકોની હાજરીનું મોનીટરીંગ થશે. વર્ષે 5 કરોડ જેટલા ડેટાનો આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સની મદદની મોનીટરીંગ કરવામાં આવશે. ગુજરાતની 20 વર્ષની શિક્ષણ યાત્રા એક ઐતિહાસિક ઉદાહરણ છે ‘ સંકલ્પથી સિદ્ધિ’ નો સૌના સાથથી સૌના વિકાસનો