નર્મદા જિલ્લાના 10 ગામ સંપર્ક વિહોણા બન્યા, નદીઓ થઇ ગાંડીતૂર

| Updated: July 6, 2022 7:11 pm

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.ભારે વરસાદના કારણે ધણા બધા સંપર્ક વિહોણા થયા છે.મળતી માહિતી અનૂસાર ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણાની માહિતી મળતાની સાથે તંત્ર દોડતું થયું ગયું છે.સ્થાનિક લોકો સાથે વાતચિત માટે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે.દેડિયાપાડાના ગામ બાજુના વિસ્તારો જેવા કે જાંબુડા ખામ, ભુતબેડા,મંડાળા,ગારદા, સહિતના આજુબાજુ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

મોહન નદીમાં એવું આવ્યું હતું કે જેના કારણે 10 ગામો સંપર્ક વિહોણા થયા છે.મોહન નદીમાં હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે.

આ રસ્તાની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર અને સુરત સાથે આ એક જ રસ્તો છે.આ પાણી ઉપરવાસથી ડુંગરો પરથી આવે છે જેના કારણે ધસમસતો પ્રવાહ હોય અને આવો પ્રવાહ કોઇ પણ ભારી વસ્તુઓને પણ તાણી લે છે.

Your email address will not be published.