12 સપ્ટેમ્બરે દેશભરમાં નીટની પરીક્ષા લેવાશે

| Updated: July 12, 2021 7:39 pm

દેશભરમાં 12મી સપ્ટેમ્બરે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી હતી. આ માટે આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ થશે. MBBSમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે. કોરોનાના કડક નિયમો વચ્ચે પરીક્ષા લેવામાં આવશે. આવતીકાલથી સાંજે પાંચ વાગ્યાથી ફોર્મ ભરી શકાશે. NTAની વેબસાઇટ પર પરીક્ષા ફોર્મની લિંક મુકવામાં આવશે.

Your email address will not be published.