ઓબીસીની ઉપેક્ષા, કડવાશ, કટ્ટર હિન્દુત્વ: ભાજપમાંથી હિજરતનાં કારણો શું છે?

| Updated: January 14, 2022 1:32 pm

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની ચર્ચાનો મોટો મુદ્દો હાલ એ છે કે શું સમાજવાદી પાર્ટી બિન-યાદવ અન્ય પછાત વર્ગના સમુદાયોને ભાજપમાંથી તેના તરફ ખેંચવામાં સફળ થશે કે નહીં? રાજ્યમાં ચૂંટણીના પરિણામો પર આ પરિબળ નિર્ણાયક હશે તેમ મનાઇ રહ્યું છે.

છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં, ભાજપે સૌથી વધુ પછાત વર્ગોને એક કર્યા હતા.જેમનો હિસ્સો કુલ મતદારોના 30 ટકાથી પણ વધુ હોવાનું માનવામાં આવે છે. ભાજપે ઓબીસીમાં યાદવનાં વર્ચસ્વ વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને હિંદુત્વ અને વિકાસ એજન્ડાનું કોકટેલ રજુ કર્યું હતું.

રાજ્યની રાજનીતિમાં અત્યાર સુધી ઓછુ પ્રતિનિધિત્વ ધરાવતા, કુર્મી, લોધ રાજપૂત, પાલ, સૈની, કશ્યપ, મૌર્ય અને અન્ય જેવા પછાત વર્ગો માને છે કે તેઓને વડા પ્રધાનની આગેવાની હેઠળના ભાજપમાં તેમને વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે.  નરેન્દ્ર મોદી પોતે પણ બિન-પ્રભાવી ઓબીસી સમુદાયના છે.

ભાજપે પણ આ સમુદાયોના નેતાઓને ચૂંટણીના મેદાનમાં અન્ય પક્ષો કરતાં ઘણું વધારે પ્રતિનિધિત્વ આપ્યું અને મોટા માર્જિનથી જીત મેળવી. જો કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનાં શાસન હેઠળના છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી પછાત સમુદાયોની ભાજપ તરફની દ્ષ્ટિમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.

સપા તરફ ભાજપના નેતાઓની તાજેતરની હિજરત પણ તેને પ્રતિબિંબિત કરે છે. ભાજપના તમામ વર્તમાન ધારાસભ્યો (ત્રણ મંત્રીઓ સહિત કુલ 15)  કે જેમણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે તેઓ બિન-પ્રભાવી પછાત સમુદાયોના છે. રાજ્યના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય અને તેમના ચાર સહયોગીઓના રાજીનામાએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. સૌથી વધુ પછાત વર્ગના નેતાઓમાં આ પ્રકારનું વલણ ગયા વર્ષે રોગચાળાના બીજી લહેર દરમિયાન દેખાવાનું શરૂ થયું હતું.

રોગચાળાના ગેરવહીવટ અંગે રાજ્ય સરકાર સામે નરાજગી મોટાભાગનાં બિન-યાદવ ઓબીસી સમુદાયોના નેતાઓ અને અમુક અંશે બ્રાહ્મણ અને બિન-જાટવ દલિતોમાં જોવા મળી હતી. મૌર્ય અને તેમના અનુયાયીઓ પહેલા જ ભાજપના બે ધારાસભ્યો રાકેશ રાઠોડ (તેલી સમુદાયમાંથી) અને માધુરી વર્મા (કુર્મી સમુદાયમાંથી) સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને ભાજપની છાવણીમાં બધું બરાબર નથી.

નોંધપાત્ર રીતે, ભાજપ છોડનારા ધારાસભ્યોએ સ્પષ્ટપણે પછાત સમુદાયોનાં રોષને મુદ્દો બનાવ્યો.મૌર્ય અને તેમના અનુયાયીઓના રાજીનામાના પત્રો પછાત સમુદાયોને રાજકીય સંદેશ મોકલવા માટે એક સરખી રીતે લખાયેલા છે. તેમના પત્રોમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષોમાં ભાજપ શાસને દલિત,પછાત સમુદાયો અને લઘુમતી સાથે નેતાઓની ઉપેક્ષા કરી છે.આ ઉપરાંત દલિત, પછાત સમુદાયો, બેરોજગાર યુવાનો, નાના અને મધ્યમ વેપારીઓની ચિંતાઓની પણ અવગણના કરી છે.

રાજકીય નિરીક્ષકો કહે છે કે બે પરિબળો પછાત સમુદાયોમાં કડવાશ પેદા કરે છે.પ્રથમ, ભાજપ એક સર્વસમાવેશક પક્ષ તરીકેની તેની છબીને અનુરૂપ રહી શક્યું નથી. જ્યારે ભાજપે તે માત્ર ઉચ્ચ જાતિના લોકોની પાર્ટી નથી તે બતાવવા “સબકા સાથ, સબકા વિશ્વાસ”નો સંદેશ આપ્યો હતો પરંતું તેના પર કામ કર્યું નથી. બીજું,ઠાકુર નેતા યોગી આદિત્યનાથને રાજ્યનું સુકાન આપીને ભાજપ ઉચ્ચ જાતિનાં વર્ચસ્વવાળો પક્ષ છે તેવી ધારણા ફરી જીવંત કરી.ગોરખપુર સ્થિત વરિષ્ઠ પત્રકાર મનોજ સિંહ કહે છે કે યોગી આદિત્યનાથે પોતાને ઠાકુર નેતા તરીકે પોતાને રજૂ કરવામાં કોઈ કસર છોડી નથી.

પછાત વર્ગો અને બિન-જાટવોને લાગતું હતું કે સપા માત્ર યાદવો અને મુસ્લિમોની પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી મોટાભાગે જાટવોને મહત્ત્વ આપે છે, તેથી ભાજપ અન્ય પછાત સમુદાયોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે. ભાજપે આ સમુદાયો સુધી પહોંચીને આશા જગાવી.જોકે સરકારની રચના કર્યા પછી તરત જ, આ જૂથોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓને બિનમહત્વના પોર્ટફોલિયો અને હોદ્દાઓ પર ઉતારી દેવામાં આવ્યા હતા. જે એક કારણ હતું કે રાજભરના નેતા ઓમ પ્રકાશ રાજભર, જે હવે અખિલેશ યાદવના સાથી છે,તે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનથી દૂર જનારા  અતિ પછાત વર્ગનાં પહેલા નેતા હતા.

આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં એક કટ્ટર હિન્દુત્વવાદી નેતા તરીકે જોવામાં આવે છે, જેમણે સંઘ પરિવારની હિન્દુત્વની રાજનીતિને આગળ વધારવાનાં પ્રયાસમાં પ્રતિનિધિત્વ અને સામાજિક ન્યાયની તમામ ચિંતાઓને પાછળ ધકેલી દીધી હતી. યુપીની રાજનીતિ વર્ષોથી જ્ઞાતિવાદનાં આધારે વિકસી છે .જેમાં વિવિધ પછાત અને દલિત જાતિ જૂથોએ રાજકારણમાં વધુ ભાગીદારીની માગણી કરે છે.

સમાજવાદી પાર્ટીના નેતા અને રાજકીય નિરીક્ષક સુધીર પંવાર કહે છે, એક નેતા જે ફક્ત પોતાની હિંદુ ઓળખ પર ભાર મૂકે છે તે મહત્વાકાંક્ષી પછાત જાતિ જૂથોના હિતો માટે આપોઆપ વિરોધી બની જાય છે. મને લાગે છે કે ભાજપે આવી ચિંતાઓથી પોતાનું ધ્યાન હટાવવાથી તેના વિકાસના લક્ષ્યો સાથે સમાધાન કર્યું છે.

અખિલેશ યાદવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હિંદુત્વ અને સામાજિક ન્યાયની રાજનીતિ વચ્ચેની હરીફાઈ તરીકે વ્યુહરચના ઘડી છે. ચૂંટણીની દોડમાં, અખિલેશ યાદવનો એકમાત્ર પ્રયાસ અતિ પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટીઓનું એક વિશાળ ગઠબંધન બનાવવાનો છે, અને સપા માત્ર “યાદવ-મુસ્લિમ”ની પાર્ટી છે તે માન્યતાને દૂર કરવાની છે. તાજેતરમાં જ ભાજપ છોડનારા બિન-યાદવ ઓબીસી નેતાઓને જે રીતે આવકારવામાં આવ્યા તે તેનો સંકેત છે.

ઉચ્ચ જાતિના જૂથો, બિન-યાદવ ઓબીસી અને બિન-જાટવ દલિતોથી બનેલા ભાજપનો સામાજિક આધાર ચોક્કસપણે તૂટતો દેખાય છે. જો કે, સપા નેતાએ હજુ પણ અનેક પડકારોનો સામનો કરવો પડશે. અખિલેશે બિન-યાદવ ઓબીસી અને દલિતોને સમજાવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે કે તેઓ તેમનાં માટે નિષ્ઠાવાન છે.

કન્નૌજના તિરવા વિધાનસભા મતવિસ્તારમાં લોધ સમુદાય સાથે જોડાયેલા અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, અમને લાગે છે કે ભાજપે અમારા મત માટે ઉપયોગ કર્યો છે. પરંતુ અમને સારો વિકલ્પ પણ મળતો નથી. ઓછામાં ઓછું, આ શાસનમાં પોલીસે અમારી પાસેથી હપ્તા ઉધરાવવાનું બંધ કરી દીધું છે. સપાના શાસન દરમિયાન પોલીસકર્મીઓ ગરીબ લોકો પાસેથી પૈસા પડાવવા માટે કુખ્યાત હતા. જો તમે યાદવ હોવ તો જ પોલીસ તમને હેરાન કરતી ન હતી. તે બધુ હવે બંધ થઈ ગયું છે.

બિલ્હૌર વિધાનસભા મત વિસ્તારનાં અન્ય એક કુર્મી  શશાંક વર્માએ જણાવ્યું હતું કે અખિલેશ સ્વચ્છ છબીવાળા નેતા છે પરંતુ પાર્ટીમાં તેમની નીચે જે લોકો છે તે બરોબર નથી.સપાના નેતાઓ અત્યારે જમીન પર છે પરંતુ અમે જાણીએ છીએ કે જે ક્ષણે તેઓ સત્તામાં આવશે, તેઓ તેમની ગુંડાગીરી પર પાછા આવી જશે.

લખીમપુરમાં તેલી જાતિ જૂથ સાથે સંકળાયેલા અને કાર્ટમાં નાસ્તો વેચતા પ્રશાંત રાઠોડે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આદિત્યનાથ સરકાર દ્વારા કોઈ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. સરકારમાં અખિલેશનો રેકોર્ડ સારો છે. પરંતુ મારો મત હજુ પણ ભાજપને જ રહેશે. અત્યારે શાંતિ છે અને કમસેકમ કોઇ આવીને મફતમાં ખાઇ જતું નથી.

તેમ છતાં, અખિલેશ તમામ જાતિઓમાં લોકપ્રિય છે. ઉત્તર પ્રદેશમાં જાતિ જૂથોમાં લગભગ દરેક જણ સ્વીકારશે કે અખિલેશના કાર્યકાળમાં રાજ્યમાં વધુ વિકાસ કાર્યો થયા છે. પરંતુ તે પુરતું  ન હોઈ શકે, કારણ કે યુપી ચૂંટણીમાં જાતિનું ધ્રુવીકરણ ઐતિહાસિક રીતે નોંધપાત્ર રહ્યું છે. સપાને જીતવા માટે સપાએ ભાજપના સામાજિક પાયાને ભારે નુકસાન પહોંચાડવું પડશે, અને વધુ નક્કર પગલાં દ્વારા સાબિત કરવું પડશે કે તેમના નેતૃત્વ હેઠળ સપા પ્રભાવશાળી ઓબીસીથી આગળ વધીને બધાને સમાવવા તૈયાર છે.

સપાનું વર્તમાન માળખું જોતા તેમાં સુધારો કરવો સરળ છે. અખિલેશે દેખીતી રીતે તેમની પાર્ટીમાં સુધારા માટે પગલાં લીધાં છે.જોકે ભાજપને હરાવવા માટે જેમના વોટની જરૂર પડશે તેમને તેઓ રિઝવી શકશે કે કેમ તે જોવું રહ્યું.

Your email address will not be published.