લો બોલો, ધોરણ 8ની વિદ્યાર્થીનીને 160માંથી 173 માર્ક્સ મળ્યા

| Updated: May 9, 2022 6:51 pm

અરવલ્લીના ભિલોડામાં જાબ ચિતરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીનીને 160માંથી 173 માર્ક્સ મળતા લોકોમાં ભારે તર્કવિતર્ક જોવા મળી રહ્યું છે. આ માર્કશીટ પરથી જાબ ચિતરીયા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સાબીત થાય છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભિલોડાની જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ની એક વિધાર્થીની માર્કશીટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ માર્કશીટમાં ગુજરાતી વિષયમાં 160 માંથી 173 ગુણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 160 માંથી 171 ગુણ આપવામાં આવતા લોકોમાં ભારે આશ્ચર્ય પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રિજલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.

આ ઘટનામાં સામે આવ્યું છે કે જાબ ચિતરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ શિક્ષકે તૈયાર કર્યું અને તેમણે ભૂલ કરી એ સમજ્યા પરંતુ જ્યારે આ પરિણામની કોપી શાળાના આચાર્ય પાસે પણ આવી ત્યારે પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા બાદ શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે આ મુદ્દો ચગ્યો છે.

Your email address will not be published.