ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ડી-કંપની પર NIAની મોટી કાર્યવાહી, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા

| Updated: May 9, 2022 3:26 pm

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની(gangster Dawood) ડી-કંપનીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 2003માં, યુનાઈટેડ નેશન્સે 1993ના મુંબઈ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમને (gangster Dawood) વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા અને તેના માથા પર $25 મિલિયનનું ઈનામ રાખ્યું.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના (gangster Dawood) સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. NIAએ નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય વિસ્તારોમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓના સ્થળો પર આ કાર્યવાહી કરી છે. ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ દાઉદ સાથે જોડાયેલા હતા અને NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. જે સંદર્ભે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની(gangster Dawood) ડી-કંપનીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 2003માં, યુનાઈટેડ નેશન્સે 1993ના મુંબઈ વિસ્ફોટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા અને તેના માથા પર $25 મિલિયનનું ઈનામ રાખ્યું. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે કેસમાં આ દરોડો પડ્યો છે, તે જ કેસમાં NCP નેતા અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે જેલમાં બંધ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મામલાઓની તપાસ NIAને સોંપી હતી.

દાઉદ ઈબ્રાહિમ (gangster Dawood) અને તેની ડી-કંપની પર ભારતમાં ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ (gangster Dawood) અને ડી-કંપનીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દોષી ઠેરવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને ડી-કંપની ઉપરાંત NIA છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી (મૃતક), દાઉદની બહેન હસીના પારકર (મૃતક) સંબંધિત કેસોની પણ તપાસ કરશે.

આ પણ વાંચો-શિવાંગી જોષીનું સ્પેશિયલ શૂ કલેક્શન જુઓ તમને પણ પસંદ આવે તો ખરીદી શકો છો…

ભારતના ‘મોસ્ટ વોન્ટેડ’ લિસ્ટમાં સામેલ દાઉદ ઈબ્રાહિમ(gangster Dawood) પાકિસ્તાનમાં બેસીને પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ વિશે ઘણી વખત માહિતી આપી છે કે તેને પાકિસ્તાન સરકારનું સંપૂર્ણ સમર્થન છે. ભારતે આ સંબંધમાં અનેક વખત પાકિસ્તાન સરકારને પુરાવા પણ સુપરત કર્યા છે. પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝિયરમાં દાઉદ ઈબ્રાહિમના સંપૂર્ણ સરનામાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદનો પિતરાઈ ભાઈ પણ છે. તે કરાચીના પોશ વિસ્તારમાં રહે છે.

Your email address will not be published.