સુરતમાં આવતીકાલે નાઈટ મેરેથોન યોજાશે, 35 હજાર દોડવીરો લેશે ભાગ

| Updated: April 29, 2022 4:29 pm

સુરત પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનુ અયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું છે. આ નાઈટ મેરેથોનમાં શહેર અને રાજ્યના 35 હજાર દોડવીરો ભાગ લેશે. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહી છે. કોરોનાને કારણે બે વર્ષથી સુરત વાસીઓ દોડી શકાય ન હતા ત્યારે આ વફાશે સુરત પોલીસ દ્વારા નાઈટ મેરથોનનું આયોજન કરવામાં આવ્યું. નો ડ્રગ્સ સુરત ફિટ સુરત અને સેફ સુરત છે, ના ઉદ્દેશ સાથે નાઈટ મેરેથોન દોડનું આયોજન કરાયું છે. જોકે આ નાઈટ મેરાથોન પોલીસ દ્વારા ઓગેંનાઇઝ કરાઈ છે. જેમાં સુરતના તમામ લોકો ભાગ લેવાના છે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેર એક વિકાસની દિશા આગળ વધતું શહેર છે. નો ડ્રગ્સ સુરત ફિટ સુરત અને સેફ સુરત છે, રહે તેવા હસ્તુથી આ નાઈટ મેરેથોન દોડનું આયોજન કરાયું છે. વધુમાં કહ્યું હતું કે, ડ્રગ્સ માટે સુરતમાં કોઈ સ્થાન નથી. યુવાન પેઢી ડ્રગ્સ તરફ નહિ જાય તે માટે સુરત પોલીસ દ્વારા અલગ અલગ ચેમ્પિયનશીપ કરવામાં આવી. ત્યારે આ નાઈટ મેરેથોન આયોજન ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી મેરેથોન દોડ દ્વારા કરવામાં આવશે.

તેમજ આ મેરેથોનમાં 35 હજાર દોડવીરો ભાગ લેશ. યુવાનો, યુવતી અને રાજ્ય સરકારના લોકો અને કેન્દ્ર સરકારના લોકો પણ ભાગ લેવાના છે. વધુમાં કહ્યું હતું ડાયમન્ડ ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. જેથી આ દોડમાં યુવાન પેઢી દોડશે તેનાથી યુવાન વધુ સ્માર્ટ રહશે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.