ગંદી બાત જ નહી ગંદા કૃત્યો પણ કરે છે મારો પતિઃ પરીણિતાની દહેજ સાથે સતામણીની ફરિયાદ

| Updated: April 27, 2022 12:02 pm

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોની માતા એવી પરીણિતાએ દહેજની ફરિયાદ નોંધાવી છે. તેમા તેણે જણાવ્યું હતું કે તેનો પતિ તેને અંગ્રેજી ફિલ્મો જેવી ગંદી બાત કરે છે અને તેની સાથે ગંદા કૃત્યો પણ કરે છે, જે તેની મરજી વિરુદ્ધના છે. તેની સાથે સાસરિયા તેને દહેજ માટે ત્રાસ આપે છે. યુવતીએ સાસરિયાઓ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરે છે. જ્યારે પતિ શારીરિક સંબંધ બાંધે ત્યારે તેને પટ્ટા વડે સાથળ પર અને ગુપ્ત માર્ગે માર મારતો હતો અને પિશાચી આનંદ લેતો હતો. તેને આમ કર્યા પછી ખૂબ જ આનંદ આવતો હતો.

આ સિવાય બહાર ફરવા લઈ જવાનું તે કહે તો તેનો પતિ તેને કોઈ ના હોય તેવી જગ્યાએ લઈ જતો અને ત્યાં પણ તેને માર મારતો હતો. આ પ્રકારની પરિસ્થિતિથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં વેજલપુરમાં રહેતી 36 વર્ષીય મહિલા હાલમાં તેના મોટાભાઈ સાથે દસ દિવસથી રહે છે. તેના લગ્ન 2005માં દરિયાપુર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. આ મહિલાને ત્રણ બાળકો પણ છે, પતિ સાથે મનદુઃખના લીધે તે પિયર રહે છે.

તેણે જણાવ્યું હતું કે લગ્નના પ્રારંભિક વર્ષોમાં તો સાસરિયાઓ તેને સારી રીતે રાખી હતી, પરંતુ પછી જ્યારે પણ મહિલાને પિયર ફોન કરવો હોય તો પતિ સ્પીકર પર વાત કરવા દબાણ કરતો હતો. ફક્ત એટલું જ નહી આ મહિલાનો પતિ તેને ખોટી શંકાઓ રાખીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેણે આ બાબતની જાણ તેના સાસુસસરાને કરતા તેઓએ તેના પતિને કશું કહ્યું ન હતું, પણ તેનામાં જ ખામી હોવાનું કહી તેનો વાંક કાઢ્યો હતો.

આમ લગ્નના આટલા વર્ષે પણ સ્ત્રીને શાંતિ ન મળી અને તે પોતાના સંતાનો માટે બધુ સહન કરતી રહી, પરંતુ પરિસ્થિતિ હદ બહાર જવા લાગતા તેણે છેવટે કંટાળીને પોલીસનો આશરો લેવો પડ્યો. એકવીસમી સદીમાં પણ સ્ત્રીની આ પરિસ્થિતિ છે. તે પણ અમદાવાદ જેવા મહાનગરમાં આ સ્થિતિ છે, તો બીજે કેવું હશે તેનો તો વિચાર જ કરવો રહ્યો.

Your email address will not be published.