કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીના સંપર્કમાં અનેક પોલીસકર્મીના નામ ખુલ્યા, બચવા માટે ધમપછાડા

| Updated: July 5, 2022 8:43 pm

ગુજરાતમાં બહારના રાજ્યમાં મોટા પાયે દારુ લાવી વેચાણ કરનાર બુટલેગર છેલ્લા ઘણા સમયથી ફરાર હતો તેની સામે 31 જેટલા ગુના નોધાયેલા હતા. બુટલેગર નાગદાન ગઢવી અનેક પોલીસકર્મીઓના સંપર્કમાં હોવાથી તે પોલીસ પકડથી દુર રહેતો હતો. આખરે સ્ટેટ મોનિટરીંગ સેલે તેને દબોચી લેવામાં સફળતા મળી હતી.

તેની પાસેથી મળેલા મોબાઇલમાં અમદાવાદ શહેરની એજન્સીના અનેક પોલીસકર્મીઓના નામ અને મોબાઇલ નંબર મળ્યા છે. તેમના સાથે તે સતત સંપર્કમાં હતો. અમદાવાદમાં પોલીસ હેડ ક્વાર્ટર પાસેના એક ગાડીઓના કટીંગ કરનાર શખ્સ તેને ગાડીઓ આપતો હોવાનું એસએમસીની તપાસમાં બહાર આવ્યું છે.

સ્ટેટ મોનિટરીંગ સેલે છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે જે પોલીસકર્મીઓ તેના સંપર્કમાં હતા તેમને બચવા માટે ધમપછાડા શરુ કરી દીધા હોવાની ચર્ચા છે.

ગુજરાતમાં મોટા પાયે દારુ સપ્લાય કરનાર નામચીન બુટલેગર નાગદાન ગઢવી છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. તેને સ્ટેટ મોનિટરીંગ સેલે પકડી પાડ્યો છે. નાગદાન પ્રભુદાન ગઢવી (ટાપરીયા) હરિયાણાના ગુરુગ્રામમાં હોવાની માહિતી મળી હતી. માહિતી આધારે સ્ટેટ મોનિટરીંગ સેલેની બે ટીમ હરિયાણા ગઇ હતી અને બે દિવસ ગુરુગ્રામ ખાતે ફરીને તેને પકડી પાડ્યો હતો. નાગદાન પુરી એમરલ્ડ બેય, ફ્લેમાં રહેતો હતો. તેના વિરુધ્ધમાં ગુજરાતના શહેર અને જિલ્લામાં 31 જેટલા ગુના દાખલ થયેલા છે. તેના વિરુધ્ધમાં પ્રોહિબીશનના ગુના દાખલ થયેલા છે. આખરે સ્ટેટ મોનિટરીંગ સેલે તેને કણભાના એક ગુનામાં ધરપકડ કરી હતી અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, નાગદાન અમદાવાદ શહેર, જિલ્લા સહિતની અનેક એજન્સીના પોલીસકર્મીઓના સંપર્કમાં હતો જ્યારે જ્યારે તેને પકડવા માટે ટીમો રવાના થતી ત્યારે તેને પોલીસકર્મીઓ જ મદદ કરતા હોવાની ચર્ચા છે. તેઓ તેને ટીપ આપી દેતા અને નાગદાન ભાગવામાં સફળ રહેતો હતો. આખરે સ્ટેટ મોનિટરીંગ સેલે ગુપ્ત ઓપરેશન કરી તેને પાર પાડતા તેની પાસેથી લાંબુ પોલીસકર્મીઓનુ લીસ્ટ મળ્યું છે. જોકે હવે તેમના પર રાજ્ય પોલીસ વડા કે એસએમસીના ઉચ્ચ અધિકારીઓ કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Your email address will not be published.