હવે 1 હજારથી વધુ લોકોની અવરજવર હશે તેવા સ્થળોએ CCTV લગાવાશે

| Updated: July 31, 2022 10:01 am

રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ સોમવાર 1 ઓગસ્ટ-2022 થી અમલ કરાશે

પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે :-

જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે

જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે

૩૦ દિવસના ફૂટેજ સાચવવા પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે

ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલા છે.

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માંગી શકશે.

પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે

આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે

Your email address will not be published.