વડોદરામાં(Vadodara) તંત્રની ધોરબેદરકારી સામે આવી છે.વડોદરાના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા હોવાનો ખુલાસો થયો છે અને ઓક્સિજન પંપ બંધ હોવાથી ઘટના બની હોવાનો સામાજિક કાર્યકરનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ધણી વખતે આ સુરસાગર તળાવમાં માછલીઓના મોત થયા હોવાની વાત સામે આવે છે અને તેમ છતા તંત્ર દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અવારનવાર સુરસાગર તળાવમાં માછલીઓ મોત થવાની ઘટનાઓ સામે આવે છે.આ વખતે ફરી માછલીઓના મોત થયાનો માહિતી મળી છે.આ વાતની જાણ થતાની સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તાત્કાલિક ધોરણે તળાવની સફાઇ હાથ ધરી માછલીઓના મોત પાછળ અખાદ્ય પદાર્થ જવાબદાર હોવાનો ઈશારો કરવામાં આવ્યો હતો.સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત થતાં સામાજિક કાર્યકર્તાએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા આજૂબાજૂના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઇ હતી.
ગત વર્ષે જુલાઈ મહિના દરમિયાન અસંખ્ય માછલીઓના મોત થયા હતા અને ફરી આજે અસંખ્ય માછલીઓના મોત થયા છે.મોત થવા પાછળ ઓક્સિજનનું ઘટેલું સ્તર જવાબદાર છે.
હાલ તાત્કાલિક ધોરણે આ માછલીઓને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અમી રાવત પણ સ્થળ પર દોડી ગયા હતા અને કોર્પોરેશનની બેદરકારીને જવાબદાર ગણાવી હતી.