શહેરમાં કોરોના કેસ વધતા DEO કચેરીમાં બંધ, તમામ કામગીરી ઓનલાઈન કરાશે

| Updated: January 10, 2022 7:30 pm

શહેરમાં કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ DEO કચેરીમાં ઓનલાઈન કામગીરી હાથ ધરવામાં આવી છે. શાળાના કર્મીઓ કામગીરી માટે DEO કચેરી જતા હતા હતા તે તમામ કામકાજ હવે ઓનલાઈન કરવાનું રહેશે.

અમદાવાદ DEO દ્વારા કોરોનાના વધી રહેલા કેસને લઈ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, DEO કચેરીમાં કામ કરી રહેલા તમામ કર્મીઓએ કોરોના વેક્સિનના બે ડોઝ ફરજિયાત લેવાના રહેશે અને સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે. સ્કુલના કર્મચારીઓ કચેરીમાં કામ અર્થે જઈ શકશે નહીં. કચેરીએ આવવાનું થાય તો પણ નિરીક્ષક સાથે ટેલીફોનીક ચર્ચા કરી રૂબરૂ હાજર રહેવા સંમતી મેળવાની રહેશે. પરિપત્રો, ઠરાવો, સુનવણી ઓનલાઈન જ રહેશે.

શહેરની તમામ સ્કૂલોએ રૂટીન કામ માટે પત્ર વ્યવહાર ઇમેલ દ્વારા જ કરવાનો રહેશે. માત્ર કર્મચારીઓના નિવૃત્તિ લાભો સબંધી દરખાસ્તો અને કાયદાકીય બાબતો સબંધી દરખાસ્તો જ હાર્ડ કોપી સ્વીકારવામાં આવશે. તમામ સ્કૂલોએ કચેરીને લગતી કામગીરી ડીજીટલ પ્લેટફોર્મ મારફતે જ કરવાની રહેશે. અગામી સુચના ના મળે ત્યાં સુધી આ પરિપત્રનો અમલ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે,તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગતરોજ 6275 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 2487 અને 1600થી વધારે કેસ સામે આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *