સુરતમાં અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ

| Updated: May 15, 2022 6:03 pm

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થે રાજસ્થાનથી આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. ડીંડોલી વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી હતી અને મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ નાબુદી અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં ડ્રગ્સ ઇન સુરત નામનું સૂત્ર આપવામાં આવ્યું છે અને નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કાર્યાવહી કરવામાં આવી રહી છે. સુરતની ડીંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડીંડોલી વિસ્તારમાં રહેતો ઇમ્મર તારામ બિશનોઇ અફીણનો જથ્થો લાવેલ છે જે હકીકત મળતા ડીંડોલી પોલીસે રેડ કરી હતી.

આ રેડમાં આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો અને તેની સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આરોપીની પુછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રાજસ્થાનના રેહવાસી મદન પુરોહિતના સંપર્કમાં હતો અને મદને ઇમ્મરને અફીણ વેચવા માટે મોકલાવ્યું હતું. ડીંડોલી પોલીસે આરોપી ઇમ્મરની ધરપકડ કરી તેમની પાસેથી 2.97 લાખની કિંમતનું 993 ગ્રામ અફીણ કબ્જે કર્યું છે. જોકે અફીણનો જથ્થો મોકલનાર આરોપી મદન પુરોહિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.