એસજી હાઇવે ખાણીપીણી બજાર નજીકમાં ડ્રગ્સ વેચાણ કરતો શખ્સ ઝડપાયો

| Updated: May 22, 2022 5:16 pm

શહેરમાં ડ્રગ્સ વેચાણ બેફામ થતું હોવાનું નકારી શકાય તેમ નથી. તેવામાં એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના કાફે બહાર ડ્રગ્સ પેડલરો ફરતા હોય છે અને તેઓ વેચાણ કરતા હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે. ત્યારે ફરી એક વાર એમડી ડ્ર્ગ્સ વેચાણ કરનાર શખ્સને સરખેજથી 7.12 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. તે મકરબા, જુહાપુરા, ફતેવાડી, એસજી હાઇવે પર વેચાણ કરતો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી આરોપી સોહેલની ધરપકડ કરી રામોલના આમીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા જુહાપુરા મકરબા ખાતે ડ્રગ્સ વેચનાર શખ્સની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી એક શખ્સને અટકાવ્યો હતો. પોલીસે મોંહમદ સોહેલ દજાબીર મન્સુરીને પકડી પાડ્યો હતો. તેની પાસે તપાસ કરતા 71.28 ગ્રામનુ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત 7.12 લાખ હતી. તેની પાસે અલગ અલગ પડીકીઓ બનાવેલી હતી.

આરોપી રામોલ ખાતે રહેતા આમીન નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવતો અને એસજી હાઇવે પર અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો હતો. ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી આમીનની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે ક્રાઇમ બ્રાંચે જણાવ્યુ હતુ કે, આરોપી સોહેલ મન્સુરી મેફેડ્રોન મકરબા સહિત એસજી હાઇવે પર આવેલા ખાણીપીણી બજાર ખાતે વેચાણ કરતો હતો. છેલ્લા 3 મહિનાથી આ વેચાણ કરતો હતો. એમડી ડ્રગ્સ નાની જીપર બેગ બનાવતો અને એક ગ્રામ એમડી ડ્રગ્સ 2 હજારથી 2500 વેચાણ કરતો હતો. જુહાપુરા અને ફતેવાડી વિસ્તારમાં પણ વેચાણ કરતો હતો. મોટી સંખ્યામાં તેના ગ્રાહકો હોવાનું પોલીસે જણાવ્યું હતુ.

Your email address will not be published.