ગુજરાતમાં માત્ર 27 ટકા મહિલાઓ પાસે જીવન વીમા કવચ

| Updated: July 28, 2021 5:08 pm

સૌથી ઓછો વીમા કવચ ધરાવતી મહિલાઓની સંખ્યામાં છેલ્લા પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. કુલ કર્મચારીઓની સંખ્યામાં ઓછી મહિલાઓ તથા તે સંખ્યામાં સૌથી ઓછું વીમા કવચ ધરાવનારા સૌથી નીચલા સ્તરના પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

દેશમાં સૌથી સારું ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવનાર રાજ્યોમાંના એક ગુજરાતમાં ફક્ત 27% મહિલાઓ જીવન વીમા પોલિસી ધરાવે છે. વીમા રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ) એ 2019-20ના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા ભારતની સરેરાશ 32%ની તુલનામાં ઘણું ઓછું છે.

વીમા નિષ્ણાતોનું કહેવું છે કે શ્રમ માર્કેટમાં જાતિ સમાનતા એ રાજ્યની એક મોટી ચિંતા છે જેના કારણે પોલિસી ધારકોની સંખ્યા ઓછી છે. જીવન વીમા માટે આવરી લેવામાં આવેલી ઓછામાં ઓછી સંખ્યા ધરાવતા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દીવ, દાદરા અને નગર હવેલી (19%), લદ્દાખ (22%), હરિયાણા (27%) અને જમ્મુ-કાશ્મીર (27%) છે. ‘વીમા સરખામણી પોર્ટલ પોલિસીએક્સ ડોટ કોમના સ્થાપક અને સીઈઓ નવલ ગોએલે જણાવ્યું હતું કે, “કામ કરતી મહિલાઓના ઘટતી સંખ્યાનું વલણ જીવન વીમા પોલિસીના પ્રભાવોને અસર કરે છે. પીરિઓડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) 2018-19 અનુસાર ગુજરાતમાં સ્ત્રી મજૂર બળ ભાગીદારી દર (એફએલએફપીઆર) 16.9% છે જે 18.6% ની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. દેશમાં ગ્રામીણ અને શહેરી બંને માટે આ વાત સાચી છે.

ઉદ્યોગનાં સૂત્રોએ એમ પણ કહ્યું હતું સ્ત્રીઓમાં આ વિષે જાગૃતિનો અભાવ પણ પોલિસી ધારોકોની સંખ્યા ધરાવનાર સ્ત્રીઓ માં મુખ્ય અવરોધ છે . શહેરના વીમા ક્ષેત્રના નિષ્ણાંતએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “જીવન વીમા પોલિસી રાખવા અંગે જાગૃતિનું સ્તર સ્ત્રીઓમાં ઓછું છે અને તે અગ્રતા નથી. મહિલા જીવન વીમા પોલિસી ધારકોના સર્વોચ્ચ ગુણોત્તર ધરાવતા ટોચના પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેરળ ( 43%), આંધ્રપ્રદેશ (40%), મિઝોરમ (40%), પુડુચેરી (39%) અને તમિલનાડુ (38%) નો સમાવેશ થાય છે.

Your email address will not be published. Required fields are marked *