પંજાબમાં 30 કરોડના હેરોઇન સાથે પાકિસ્તાની તસ્કર ઝડપાયો

| Updated: October 3, 2021 6:23 pm

પંજાબમાં ડ્રગ્સ ઝડપાવવાના પ્રકરણો ક્યારેય અટક્યાં નથી, ત્યાં એમાં ઉમેરો કરતાં શનિવારે મોડી રાતે સરહદ સુરક્ષા દળે કાશી અલી નામક પાકિસ્તાની તસ્કરની અમૃતસરના રજતલ બોર્ડર ફેન્સિંગ નજીક ધરપકડ કરી હતી. તેની પાસેથી 6 પેકેટ હેરોઇન ઝડપાયું હતું.  

બીએસએફના ડીઆઇજી ભુપીન્દર સિંઘે જણાવ્યું હતું કે કુલ 6 પેકેટ સાથે તસ્કર કાશી અલીની રજતલ બોર્ડર ફેન્સિંગ નજીકથી ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તમામ પકેટ્સ પાકિસ્તાની ચિહ્નિત બેગમાં મૂકેલા હતા, જેમનું વજન લગભગ 6.3 કિલો હતું અને જેની કિમત 30 કરોડ આંકવામાં આવી છે. 

વાઈબ્સ ઓફ ઈન્ડિયાએ અગાઉ અફઘાનિસ્તાનથી થતા અફીણના ખુલ્લા વેપારની તેના પડોસી દેશો પર શક્ય આડ અસરો વિષે લખ્યું હતું. અફઘાનિસ્તાન હાલમાં દુનિયાનું સૌથી મોટું અફીણનું સપ્લાયર છે. વૈશ્વિક અફીણ પુરવઠાનો 80% ભાગ અફઘાનિસ્તાનથી આવે છે. 2018માં યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ અફીણના વેપારથી થતી આવક અફઘાન અર્થતંત્રનો 11 ટકા ભાગ ધરાવે છે.

દક્ષિણ અફઘાનિસ્તાનના ડ્રગ બજારોમાં થતો અફીણનો ખુલ્લો વેપાર તેને હેરોઇન તરીકે પડોસી દેશઓમાં પ્રવેશ આપે તો નવાઈ નહીં જણાય.

Your email address will not be published. Required fields are marked *