રખિયાલની નારાયણી હોસ્પિટલમાં દર્દીનું તડપી તડપીને મોત, સગા બુમો પડતા રહ્યા છતાં ડોકટરએ ન સાંભળ્યું

| Updated: June 9, 2022 10:01 pm

અમદાવાદના રખિયાલમાં આવેલ નારાયણી હોસ્પિટલમાં આજે એક દર્દીનું તડપી તડપીને મોત થયું હતું. દર્દીની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી હતી. જો કે, દર્દીને શ્વાસ ચઢતા તેના પરિવારજનો દ્વારા સારવાર આપવા માટે હાજર તબીબોને કહ્યું હતું. પરતું તબીબો દર્દીને બેઠા બેઠા જોઈ રહ્યા હતા અને તેમનું અંતે મોત થયું હતું. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલના ડોકટરો પર આક્ષેપ કર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનની સામે આવેલી નારાયણી હોસ્પિટલમાં ગઈકાલે મુકેશ ભાઈ હંડા હોસ્પિટલમાં દાખલ હતા. એમની સારવાર અગાઉ પણ ત્યાં ચાલતી હતી.જેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે તેમના સ્વજન ત્યાં હાજર હતા. તે સમયે તેઓ શ્વાસ લઈ શકતા ન હતા એટલે તેઓ ત્યાં હાજર સ્ટાફને સારવાર કરવા માટે કહેતા હતા.

જો કે, તેઓની તબીયત વધારે ખરાબ થતા તેઓ ત્યા હાજર તમામ ડોકટરોને બોલાવવા લાગ્યા હતા. પરતું તમામ ડોક્ટરો બેસીને માત્ર તમાશો જોઈ રહ્યા હોય તેવું એક વીડિયોમાં પણ જોવા મળ્યું હતું. છેલ્લે તડપી તડપીને દર્દીએ દમ તોડ્યો હતો. આ અંગે દર્દીના પરિવારજનોએ જણાવ્યું કે મારા મામા ઘરમાં એક જ કમાવનાર હતા તેમની મોત થયા બાદ અમે પોલીસને જાણ કરી હતી અને તેઓએ પોલીસ સમક્ષ ન્યાય માટેની માંગ પણ કરી છે.

આ ઘટનાને લઈ રખિયાલ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે અમને દર્દીના સગાએ જાણ કરી અને આક્ષેપ કર્યા તેની તપાસ કરી રહ્યા છીએ એટલું જ નહીં મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવી રહ્યું છે.અમે તપાસ કરી રહ્યા છીએ.

Your email address will not be published.