AMC વિપક્ષ નેતાના પદગ્રહણમાં લોકો કોરોના ભૂલ્યા, કોર્પોરેશન પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

| Updated: January 17, 2022 7:54 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણે ચાર્જ સંભાળ્યો હતો. જેમાં મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ ઉમંટી પડ્યા હતા. એએમસી પેરિસરમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો.

અમદાવાદમાં દૈનિક કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટેની ખાસ સૂચના પણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષ તરીકે શહેઝાદ ખાન પઠાણે ચાર્જ સંભાળ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં લોકો જોવા મળ્યા હતા અને કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ પેરિસરમાં ગાઈડ લાઈનનો ભંગ થયો હતો.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસમાં 351 પોલીસ કર્મીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી, 3 પીઆઇ અને 12થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી બે પોલીસ જવાનોની તબીયત વધારે ખરાબ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Your email address will not be published.